Madhya Pradesh: ઈન્દોરમાં રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, 7 લોકો જીવતા ભૂંજાયા
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્રણ માળની એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા સાત લોકોના દર્દનાક મોત થયા છે.
Trending Photos
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્રણ માળની એક રહેણાંક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા સાત લોકોના દર્દનાક મોત થયા છે. આ જાણકારી પોલીસે આપી.
વિજય નગર પોલીસ મથકના ઈનચાર્જ તહઝીબ કાઝીએ આપેલી માહિતી પ્રમાણે ઈન્દોરના સ્વર્ણબાગ કોલોનીમાં એક ઈમારતમાં આગ લાગી. સાત લોકો આ આગમાં જીવતા ભડથું થઈ ગયા. સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા જ્યારે 11 અન્ય લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આગના કારણ વિશે એવું કહેવાઈ રહ્યું છે કે વીજળીના મીટરમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી અને તેણે સૌથી પહેલા ઈમારતના પાર્કિંગમાં ઊભેલી ગાડીઓને પોતાની ઝપેટમાં લીધી.
इंदौर में 2-मंजिला इमारत में लगी भीषण आग, 7 लोगों की मौत, पूरा इलाका सील किया गया #IndoreFire #Accident
अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwBf2S pic.twitter.com/ExmldCCHSp
— Zee News (@ZeeNews) May 7, 2022
જે લોકોના આ આગમાં દર્દનાક મોત થયા છે તેમાના મોટાભાગના લોકોના મોત દમ ઘૂંટવાથી થયા હોવાનું કહેવાયું છે. પોલીસના જણાવ્યાં મુજબ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને આ મામલે હાલ વિસ્તૃત તપાસ ચાલી રહી છે.
જુઓ Live TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે