ભારતે પકડ્યો તે પહેલા બ્રિટન સહિત અનેક દેશોમાંથી મસુદે ઉધરાવી હતી ભીખ

પુલવામા હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મોહમ્મદનો વડો મસુદ અઝહર અંગે એક ચોંકવનારો ખુલાસો થયો છે

ભારતે પકડ્યો તે પહેલા બ્રિટન સહિત અનેક દેશોમાંથી મસુદે ઉધરાવી હતી ભીખ

નવી દિલ્હી : પુલવામા હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મોહમ્મદનો વડો મસુદ અઝહર અંગે એક ચોંકવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર તેણે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ માટે ફંડ એકત્ર કરવાનાં ઉદ્દેશ્યથી ઇંગ્લેન્ડની એક મહિનાની યાત્રા કરી હતી. તેને ત્યાં 15  લાખ પાકિસ્તાની રૂપિયા પણ એકત્રીત કર્યા હતા. 1994માં ભારત આવતા પહેલા તેણે શારજાહ અને સઉદી અરબની પણ મુલાકાત લીધી હતી. જો કે તેને ત્યાં વધારે મહત્વ નહોતું મળ્યું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની તરફથી મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ અઠવાડીયે ફ્રાંસ, અમેરિકા અને બ્રિટનની તરફથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજુ થયેલા પ્રસ્તાવ અંગે ચીને વિટો નો ઉપયોગ કરીને ફરી એકવાર આડો પગ કર્યો છે. જો કે હજી પણ તેના પર મંત્રણાઓ ચાલી રહી છે. 

ભારતની સંસદ પર હુમલો અને પુલવામા હુમલા સહિત ભારતમાં અનેક આતંકવાદી ઘટનાઓ માટે જવાબદાર મસુદે 1986માં પોતાનાં અસલી નામ અને સરનામા સાથે પાકિસ્તાની પાસપોર્ટ બનાવડાવ્યો હતો. તેણે આફ્રીકી અને ખાડીદેશોની મુલાકાત કરી હતી. જ્યાં તેને અહેસાસ થયો કે અરબનાં દેશ કાશ્મીરનાં તેના ઉદ્દેશ્ય મુદ્દે ગંભીર નથી. ભારતમાં સુરક્ષા એજન્સીઓની પાસે હાજર અઝહરની પુછપરછ સંબંધિત રિપોર્ટ અનુસાર તેણે ઓક્ટોબર 1992માં ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી. 

લંડનના સાઉથ હોલ ખાતેની મસ્દિજમાં મૌલવી મુફ્તી ઇસ્માઇલે તેની યાત્રાની વ્યવસ્થા કરી હતી. ગુજરાતનાં રહેવાસી ઇસ્માઇલે કરાંચી ખાતે દારુલ ઇફ્તા, વલ ઇરશાદમાંથી અભ્યાસ કર્યો હતો. પુછપરછ દરમિયાન મસુદે જણાવ્યું કે, હું ઇસ્લામ સાથે બ્રિટનમાં એક મહિના સુધી રહ્યો અને બર્મિંઘમ, નોટિંઘમ, બરલે, શેફિલ્ડ, ડડસબરી અને લીસેસ્ટરની અનેક મસ્જિદોમાં ગયો. જ્યાં મે કાશ્મીરી આતંકવાદીઓ માટે આર્થિક સહાયગા માંગી. હું 15 લાખ પાકિસ્તાની રૂપિયા જમા કરી શક્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news