મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતું સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આખરે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદનો વડો એવો મસૂદ પાકિસ્તાનમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાયા છે, છેલ્લે પુલવામામાં કરેલા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આખરે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદનો વડો એવો મસૂદ પાકિસ્તાનમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાયા છે, છેલ્લે પુલવામામાં કરેલા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. મોદી સરકારનો આ મોટો કુટનૈતિક વિજય છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન હંમેશાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કરતું આવ્યું છે, પરંતુ આ વખતે ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો ન હતો.
10 વર્ષમાં ચાર વખત મુકાયો પ્રસ્તાવ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પુલવામા હુમલા બાદ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા 27 ફેબ્રુઆરી,2019ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુકાયો હતો. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં આ ચોથી વખત પ્રયાસ કરાયો હતો, પરંતુ દરેક વખતે ચીનના વીટો ઉપયોગ કરવાને કારણે તેમાં સફળતા મળી ન હતી.
- 2009માં ભારતે પ્રથમ વખત પ્રસ્તાવ મુક્યો હતો.
- 2016માં ભારતે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને આ પ્રસ્તાવ મુક્યો હતો.
- 2017માં ભારતે ત્રણ દેશો સાથે મળીને પ્રસ્તાવ મુક્યો હતો.
- 2019માં પુલવામા હુમલા બાદ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ સંયુક્ત પ્રસ્તાવ મુક્યો હતો.
#WATCH Syed Akbaruddin, India’s Ambassador & Permanent Representative to the United Nations on designation of Masood Azhar as global terrorist says 'This is a significant outcome, we have been at it for several years, today the goal stands achieved' pic.twitter.com/4ImGs3zv9S
— ANI (@ANI) May 1, 2019
જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કાયાની સાથે જ હવે તે દુનિયાના એક પણ દેશની યાત્રા કરી શકશે નહીં, તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જશે અને હથિયારો સુધી પણ તેની પહોંચ સમાપ્ત થઈ જશે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોએ પોતાના હથિયાર, તેના નિર્માણનું પદ્ધતિ, સ્પેર પાર્ટ્સ સહિત હથિયારો સાથે સંકળાયેલી એક પણ વસ્તુનું વેચાણ કે તેના સુધીની પહોંચ પર પ્રતિબંધ મુકવાનો રહેશે.
સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોમાં શું સમાવેશ થાય છે?
1. સંપત્તિ ટાંચમાં લેવી
આ યાદીમાં સામેલ કોઈ વ્યક્તિ કે સંસ્થાની તમામ સંપત્તિ, તેનાં આર્થિ સ્રોત અને તેના ફંડને વિશ્વનાં તમામ રાષ્ટ્રો- રાજ્યોએ ટાંચમાં લેવાના રહેશે.
Syed Akbaruddin, India's Ambassador to the UN: Big, small, all join together. Masood Azhar designated as a terrorist in UN Sanctions list. pic.twitter.com/lVjgPQ9det
— ANI (@ANI) May 1, 2019
2. પ્રવાસ પર પ્રતિબંધ
આ યાદીમાં સામેલ વ્યક્તિને તમામ રાષ્ટ્રો અને રાજ્યોએ તેમના દેશમાં પ્રવેશ કે તેમના દેશમાંથી પસાર થતાં રોકવાની રહેશે.
3. શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ
તમામ રાષ્ટ્રો - રાજ્યોએ "તેમના વિસ્તારમાં, તેમના દેશની સરહદ પર આ યાદીમાં સામેલ વ્યક્તિઓ કે સંસ્થાઓને સીધા અથવા આડકતરા શસ્ત્રોના વેચાણ અથવા સંબંધિત મીટિરિયલના રોકાણ પર પ્રતિબંધ લગાવાનો રહેશે. જેમાં શસ્ત્રોના સ્પેર પાર્ટ્સ, ટેક્નિકલ સલાહ, મદદ, તાલીમ સંબંધિત લશ્કરી કવાયત વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો રહેશે."
પાકિસ્તાને કરવી પડશે ત્વરિત કાર્યવાહી
જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવાની સાથે જ ઉપરના તમામ પ્રતિબંધો તાત્કાલિક અસરથી લાગુ પડી જાય છે. બીજા શબ્દોમાં, પાકિસ્તાને તાત્કાલિક ધોરણે મસૂદ અઝરના ફંડ અને અન્ય આર્થિક સંપત્તિઓને તાત્કાલિક ધોરણે ટાંચમાં લેવાની રહેશે. આ ઉપરાંત તેની તમામ ગતિવિધિઓ પર નજર રાખવી પડશે.
France statement: French diplomacy has been relentlessly pleading for sanctioning Azhar, head of the terrorist group responsible, notably, for the Pulwama attack last February. France had adopted national sanctions against Masood Azhar on 15th March. https://t.co/fiEM8dzhUA
— ANI (@ANI) May 1, 2019
જાણો.... ISIL (Da’esh) & અલ-કાયદા પ્રતિબંધ સમિતિ વિશે
1267 અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિની સ્થાપના 1988ના રોજ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ સમિતિનું નામ બદલીને '1267 ISIL (Da’esh) અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ' કરવામાં આવ્યું હતું. આ યાદીમાં કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનું નામ સામેલ કરવા માટે પુરાવો આપવાનો રહે છે કે, "જે તે વ્યક્તિ અથવા સંસ્થા પોતે અથવા તો આડકતરી રીતે ISIL (Da’esh) અને અલ કાયદા સાથે સંકળાયેલી છે."
આ પ્રતિબંધિત યાદીમાં અત્યારે 162 વ્યક્તિના અને 83 સંસ્થાના નામ સામેલ કરાયેલા છે અને છેલ્લે 28 ફેબ્રુઆરી, 2019ના રોજ તેને અપડેટ કરાઈ હતી. હાફિઝ સઈદ, અલ-કાયદા, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, બોકો હરામ તેમાંના કેટલાક જાણીતા નામ છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મુજબ આ યાદીમાં સામેલ વ્યક્તિ અથવા સંસ્થા ....
- આ સંસ્થાઓ ISIL (Da’esh), અલ કાયદા અથવા તેમની પેટા સંસ્થા, સહયોગી સંસ્થા અને તેમાંથી જન્મેલી સંસ્થાને
- નાણા પુરવઠા, આયોજન, સુવિધાઓ પુરી પાડવી, તૈયારી કરવી અથવા તો આતંકી ગતિવિધીઓ કરવી, તેની સાથે સંકળાઈને, તેના નામ હેઠળ અથવા તેના બદલામાં અથવા તો તેની ટેકામાં,
- હથિયારો અને વિસ્ફટકના મટિરિયલની સપ્લાય કરે છે, વેચાણ કરે છે અથવા તો પરિવહન કરે છે,
- ભરતી કરે છે અથવા તો તેમની ગતિવિધિઓમાં મદદ કરે છે અથવા જાતે સામેલ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે