મંગળનુ રાશિ પરિવર્તન 7 રાશિઓની જિંદગી બરબાદ કરી દેશે, 27 જૂનથી સંભાળીને રહેજો

Mars's Zodiac Change : જો તમે મેષ, વૃષભ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિના છો તો 27 જુન પછી તમારા કપરા ચઢાણ આવી રહ્યા છે, તેથી સાવધાન રહેજો
 

મંગળનુ રાશિ પરિવર્તન 7 રાશિઓની જિંદગી બરબાદ કરી દેશે, 27 જૂનથી સંભાળીને રહેજો

અમદાવાદ :ત્રણ દિવસ બાદ 27 જૂન આવશે. આ દિવસ 7 રાશિઓ માટે ખાસ બની રહેશે. કારણ કે, તેમના જીવનમાં મોટી ઉથલપાથલ સર્જાવા જઈ રહી છે. 27 જૂનના રોજથી મંગળનુ રાશિ પરિવર્તન થવાનુ છે. આ રાશિ પરિવર્તનની અસર અનેક રાશિઓને થવાની છે, અને ખાસ કરીને મેષ, વૃષભ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિના લોકોએ સંભાળીને ચાલવાના દિવસો આવી ગયા છે. 

શુ અસર થશે
27 જૂને જે રાશિ પરિવર્તન થવાનુ છે તેનાથી આ તમામ રાશિના લોકોને અસર પડશે. આ રાશિના લોકોને અનેક મુસીબતોનો સામનો કરવો પડશે. જેમ કે, કારણ વગર ગુસ્સો આવવો, વિવાદ થવો, ધન ગુમાવવુ પડી શેક છે.. આ સિવાય તમારી આસપાસ યુદ્ધ, ધનહાનિ, ઝઘડા અને દુર્ઘટનાઓનો દોર ચાલુ રહેશે. આ રાશિ પરિવર્તનની અસર અશુભ અસર આ રાશિઓની સાથે દેશદુનિયા પર પણ પડશે. 

27 જૂનના રોજ મંગળ પોતાની જ રાશિ એટલે કે મેષમાં પ્રવેશ કરેશે. આ સમય એટલા માટે વિપરિત રહેશે કે, અહી પહેલાથી જ પાપ ગ્રહ બેસેલો છે. બંને ગ્રહોની યુતિ હોવાથી મેષ રાશિમાં અંગારક યોગ બની રહ્યો છે. અહી ખાસ બાબત એ છે કે, 37 વર્ષ પછી આ યોગ બની રહ્યો છે. 1985 માં આવો યોગ આવ્યો હતો, અને મેષ રાશિમાં મંગળ અને રાહુની યુતિ બની હતી. આ સ્થિતિ 10 ઓગસ્ટ સુધી બની રહેશે. એટલે આ સમય સુધી સાચવવાની જરૂર છે. 

અસરથી ચેતીને રહેજો
મંગળ જ્યારે પોતાની જ રાશિમાં આવી રહ્યો છે ત્યારે તે શુભ-અશુભ ફળ વધી જશે. પાપ ગ્રહ રાહુ હોવાથી મંગળ અશુભ ફળ આપશે. એવી સ્થિતિ સર્જાશે કે લોકોને નુકસાન થશે. 

ઉપાય શું
જો તમે દેવુ, ખર્ચો, ધનહાનિ, બીમારી, વિવાદથી બચવા માંગો છો તો તેનો પણ રસ્તો છે. તમે સાવધાની રાખી શકો છો. તેમજ હનુમાનજીની પૂજા કરવાશી અશુભ અસરમાંથી થોડા મુક્ત થઈ શકશો. નિયમિત હનુમાન પૂજા કરો. સુંદરકાંડ અને હનુમાન ચાલીસના પાઠ કરો. હનુમાનની રીઝવવા મંદિરમાં સિંદુર અને લાલ ફૂલ ચઢાવો. રોજ મંદિરમાં તેલનો દીવો કરો. સાથે જ લાલ ફળ, લાલ ચંદન, લાલ કપડાં, ગોળ, મસૂર દાળ, તાંબું, સોનું, કેસર, કસ્તૂરી કે મગનું દાન કરવાથી મંગળના અશુભ અસરમાં ઘટાડો આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news