VADODARA માં પોલીસ જવાન પર ઝાડ પડતા ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા
Trending Photos
વડોદરા : ગુજરાતમાં ચોમાસુ હવે માઝા મુકી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તડામાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક તાલુકાઓ જો કે તેમ છતા પણ કોરાધાકોર છે. છેલ્લા 24 કલાકમાં 105 કરતા પણ વધારે તાલુકાઓમાં વરસાદ વરસી ચુક્યો છે. જે પૈકી જૂનાગઢના માણાવદર અને ખાંભા સહિતના અનેક તાલુકાઓમાં તો 2.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જો કે મધ્યગુજરાતમાં તો વરસાદ સામાન્ય રહેવાની જ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં સાંજના સમયે ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા હતા. શહેરના અજબડી મીલ વિસ્તારમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા અમરસિંહ રાજપૂત પર વૃક્ષ ધરાશાયી થતા મૃત્યુ પામ્યા હતા. એકટીવા લઇ પસાર થતાં કોન્સ્ટેબલ પર અચાનક પવનના કારણે વૃક્ષ ધરાશાય થતા ગંભીર ઈજા પહોંચી હતી. વૃક્ષ ભારે હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. સ્થાનિકનો પાલિકાની નબળી કામગીરી પર આક્ષેપ કરાયો છે.
પાલિકા દ્વારા કરવામાં આવે છે પ્રીમોન્સૂન કામગીરીના પોકળ વાયદા ફરી એકવાર સામે આવ્યા છે. શહેરમાં અનેક જગ્યાઓ પર જોવા ઘનઘોર વૃક્ષ જોવા મળે છે. જેને ચોમાસા અગાઉ ઉતારી લેવાના હોય છે. મોટા ભાગના કોર્પોરેશન આ અંગેની કામગીરી કરતા હોય છે. પાલિકાની બેદરકારીના કારણે વૃક્ષ ધરાશાયી થતા પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હતું. હાલ તો આ ઘટનાને પગલે કોન્સ્ટેબલના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પરિવાર પણ પાલિકા અંગે રોષ વ્યક્ત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે