લોકડાઉન ખૂલ્યા બાદ શુભ કાર્યો લેવાના હોય આ રહી તારીખો, મુહૂર્ત ઓછા છે પણ કરી શકશો

હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શુભ મુહૂર્તોને જોઈને જ કરવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન (lockdown) લાગુ પડ્યું અને અનેક લોકોના શુભ કાર્યો પર બ્રેક લાગી ગઈ. 14 એપ્રિલના રોજ લગાવાયેલ લોકડાઉન હવે 3 મે સુધી ચાલવાનું છે. તેના બાદ જો તમે સારા પ્રસંગો લેવાનું વિચારી રહ્યા છો તો જોઈ લો કયા કયા શુભ મુહૂર્ત છે. 

લોકડાઉન ખૂલ્યા બાદ શુભ કાર્યો લેવાના હોય આ રહી તારીખો, મુહૂર્ત ઓછા છે પણ કરી શકશો

ઝી મીડિયા/બ્યૂરો :હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શુભ મુહૂર્તોને જોઈને જ કરવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન (lockdown) લાગુ પડ્યું અને અનેક લોકોના શુભ કાર્યો પર બ્રેક લાગી ગઈ. 14 એપ્રિલના રોજ લગાવાયેલ લોકડાઉન હવે 3 મે સુધી ચાલવાનું છે. તેના બાદ જો તમે સારા પ્રસંગો લેવાનું વિચારી રહ્યા છો તો જોઈ લો કયા કયા શુભ મુહૂર્ત છે. 

  • મે -  4, 5, 15, 17, 18, 19, 23
  • જૂન - 11, 15, 17, 27, 29, 30
  • નવેમ્બર - 27, 29, 30 
  • ડિસેમ્બર 1, 7, 9, 10, 11 

અમદાવાદમાં કીડીઓની જેમ કોરોનાના દર્દી ઉભરાયા, કેસ 1000ને પાર 

2021માં લગ્નના મુહૂર્ત

  • જાન્યુઆરી - 8
  • ફેબ્રુઆરી - 15 16 (રાત્રે વિવાહ મુહૂર્ત નથી)
  • માર્ચ - કોઈ લગ્નના મુહૂ્ર્ત નથી
  • એપ્રિલ - 22, 24, 25, 26, 27, 28, 29, 30
  • મે - 1, 2, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 26, 28, 29, 30 

કોરોનાની લડાઈમાં સુરતની જેલના કેદીઓ જોડાયા, આપ્યું મોટું યોગદાન 

ક્યારે નહિ થઈ લગ્ન

  • શુક્ર ગ્રહ 31 મેથી 9 જૂન સુધી અસ્ત છે, તો  આ કારણે આ દરમિયાન લગ્ન જેવા શુભ કાર્યો નહિ થઈ શકે. 
  • દેવશયની એકાદશીના સમયે પણ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન વિષ્ણુ ભગવાન 4 મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે. પછી દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન જાગે છે. તેથી આ દિવસે ફરીથી લગ્ન પ્રસંગ જેવા શુભ કાર્યો શરૂ થઈ જાય છે. 2020માં આવામાં 1 જુલાઈથી 24 નવેમ્બર સુધી કોઈ પણ લગ્ન મુહૂર્ત નથી.
  • ધન સંક્રાંતિના સમયમાં પણ વિવાહ વગેરે કાર્ય કરવામાં આવતા નથી. ધન સંક્રાંતિ 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2021 સુધી છે. 
  • ગુરુના અસ્ત થવા દરમિયાન પણ લગ્ન પ્રસંગમાં કોઈ કાર્ય કરવામાં આવતા નથી. ગુરુ ગ્રહ 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2021 સુધી અસ્ત છે. 
  • તેના બાદ 21 ફેબ્રુઆરી 12 એપ્રિલથી 2021 સુધી શુક્ર અસ્ત થવાથી લગ્ન પ્રસંગ થઈ શક્તા નથી. 2021માં અનેક ગ્રહોના અસ્ત થવાને કારણે લગ્નના મુહૂર્ત ઓછા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news