Supreme Court ના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત નીકળ્યા, હવે જજ ઘરેથી સુનાવણી કરશે
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચી ગયું છે. અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચી ગયું છે. અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. ત્યારબાદ એવો નિર્ણય લેવાયો છે કે સુપ્રીમ કોર્ટના તમામ જજ આજથી પોત પોતાના ઘરેથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટના 44 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટમાં કામ કરતા 3400 કર્મચારીઓમાંથી શનિવાર સુધીમાં કોરોના વાયરસના 44 કેસ સામે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કર્મચારીઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ કોર્ટરૂમ સહિત કોર્ટ પરિસરને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. આ કારણે આજથી તમામ બેન્ચ નિર્ધારિત સમયથી એક કલાક મોડી શરૂ થશે.
24 કલાકમાં તૂટ્યા તમામ રેકોર્ડ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 1,68,912 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,35,27,717 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,21,56,529 લોકો રિકવર થયા છે જ્યારે 12,01,009 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 904 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,70,179 પર પહોંચ્યો છે. હાલ દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 10,45,28,565 લોકોને રસી આપવામાં આવી છે.
Many staff members of the Supreme Court are believed to be infected with #COVID19 hence SC judges today will conduct hearings, from their respective residences: Supreme Court sources pic.twitter.com/ZDt4F3VPcu
— ANI (@ANI) April 12, 2021
આ રાજ્યોની હાલત ખરાબ
હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેર ખુબ ખતરનાક છે. આ વખતે એવા જિલ્લાઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે જે ગત વખતે કોરોનાના મારથી બચી ગયા હતા. આથી બધાએ વધારે ધ્યાન આપવાની જરૂર છે. જે રાજ્યોમાં સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે તેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, કેરળ, તેલંગાણા, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે. લગભગ 10 દિવસ પહેલા દેશનો કેસહોલ્ડ 10 ટકા નીચે ગયો હતો હવે વધીને બમણો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે