Manmohan Singh Birthday: 90 વર્ષના થયા પૂર્વ PM મનમોહન સિંહ, આ એક તસવીર જોઈ લોકોની આંખો થઈ હતી ભીની
Former PM Manmohan Singh birthday: દેશના પૂર્વ પીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહનો આજે જન્મદિવસ છે. તેઓ 90 વર્ષના થયા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજ્ય ભારતના પંજાબ પ્રાંતના એક ગામ 'ગાહ' માં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ 2004થી 2014 દરમિયાન દેશના પ્રધાનમંત્રી પદે રહ્યા.
Trending Photos
Former PM Manmohan Singh birthday: દેશના પૂર્વ પીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહનો આજે જન્મદિવસ છે. તેઓ 90 વર્ષના થયા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજ્ય ભારતના પંજાબ પ્રાંતના એક ગામ 'ગાહ' માં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ 2004થી 2014 દરમિયાન દેશના પ્રધાનમંત્રી પદે રહ્યા. અગાઉ 1971માં તેઓને તે સમયે વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ વર્ષ 1972માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરાયા. મનમોહન સિંહે 1991થી 1996 વચ્ચે પાંચ વર્ષ માટે ભારતના નાણામંત્રી તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન આર્થિક સુધારાઓ મામલે તેમની ભૂમિકાને બિરદાવવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુધીની સફર
મનમોહન સિંહની રાજનીતિક કરિયર જોઈએ તો ડો. સિંહ 1991થી ભારતીય સંસદના ઉચ્ચ સદન (રાજ્યસભા)ના સભ્ય રહ્યા. ત્યાં તેઓ 1998 અને 2004ની વચ્ચે વિપક્ષના નેતા પદે રહ્યા. ડો. મનમોહન સિંહે 2004ની સામાન્ય ચૂંટણી બાદ 22 મેના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા અને 22 મે 2009ના રોજ બીજા કાર્યકાળ માટે પદના શપથ લીધા હતા. તેઓ સતત દસ વર્ષ સુધી પ્રધાનમંત્રી પદે રહ્યા. મનમોહન સિંહના પત્નીનું નામ ગુરુશરણ કૌર છે.
આ પુરસ્કારોથી સન્માનિત
મનમોહન સિંહને ભારતના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણ (1987), જવાહરલાલ નહેરુ બર્થ સેન્ટેનરી એવોર્ડ ઓફ ધ ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ (1995), વર્ષના સર્વશ્રેષ્ઠ નાણામંત્રી તરીકે એશિયા મની એવોર્ડ (1993 અને 1994), વર્ષના સર્વશ્રેષ્ઠ નાણામંત્રી માટે યુરો મની એવોર્ડ (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ પુરસ્કાર શ્ર1956), અને કેમ્બ્રિજમાં સેન્ટ જોન્સ કોલેજમાં વિશિષ્ટ કાર્ય-નિષ્પાદન હેતુ રાઈટ્સ પ્રાઈઝ (1955) સામેલ છે. ડો. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીઝ સહિત અનેક યુનિવર્સિટીઓ તરફથી માનદ ઉપાધિઓ આપવામાં આવેલી છે.
છેલ્લે આ તસવીર થઈ હતી વાયરલ
આ વર્ષ જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાનો મત આપવા પહોંચેલા મનમોહન સિંહ મતદાન માટે વીલચેર પર આવ્યા હતા. તેમની આ તસવીર હ્રદયસ્પર્શી હતી. લોકતાંત્રિક વ્યવસ્થામાં તેમના વિશ્વાસનો આ તસવીર અરીસો દર્શાવતો હતો અને તેમણે દેખાડ્યું કે તેઓ સંસદીય પ્રક્રિયામાં કેટલો વિશ્વાસ ધરાવે છે. પોતાના મતને કોઈ પણ સંજોગોમાં તેઓ વેડફવા માંગતા નહતા. જે લોકો મત આપવાને માત્ર રસ્મ ગણે છે અને મતદાન કરતા નથી તેમના મોઢા પર આ એક જોરદાર તમાચા જેવું છે. મનોહન સિંહ એ જાણતા હતા કે સત્તાધારી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું પલડું ભારે છે અને વિપક્ષના નેતા યશવંત સિન્હાની હાર લગભગ નિશ્ચિ છે છતાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના બંને ઉમેદવારોની હાર-જીતની સંભાવનાને નજરઅંદાજ કરીને ફક્ત એ જ કર્યું જે તેમણે કરવું જોઈતું હતું. પોતાની જવાબદારીને તેમણે પૂરેપૂરી ઈમાનદારીથી નિભાવી. તેમના આ પગલાંની ખુબ ચર્ચા થઈ હતી. જો કે પોતાના કાર્યકાળ દરમિયાન મનમોહન સિંહની 'ચૂપ્પી' પર સમયાંતરે વિરોધીઓ આલોચના પણ કરતા હતા.
નારાયણ મૂર્તિએ તાજેતરમાં આપ્યું હતું આ નિવેદન
હાલમાં જ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ IIM અમદાવાદમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન ભારતીય અર્થવ્યસ્થા સાથે વાત કરી ત્યારે મનમોહન સિંહના સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મનમોહન સિંહ જેવા ગ્રેટ ઈકોનોમિસ્ટન સાથ હોવા છતાં યુપીએ સરકારમાં ઈન્ડિયાની ઈકોનોમી ઠપ પડી ગઈ હતી. યુપીએ અને એનડીએ સરકારની સરખામણી કરતા તેમણે કહ્યું કે મનમોહન સરકારમાં ઈન્ડિયાની ઈકોનોમી ઠપ પડી ગઈ હતી. જલદી નિર્ણયો લેવાયા નહીં, દરેક કામ મોડું થયું. જો કે મૂર્તિએ 1991 દરમિયાન ઈન્ડિયન ઈકોનોમીમાં મહત્વના ફેરફારનો શ્રેય મનમોહન સિંહને આપ્યો. સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા લાવવા માટે મૂર્તિએ મોદી સરકારના વખાણ કર્યા.
Birthday greetings to former PM Dr. Manmohan Singh Ji. Praying for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) September 26, 2022
પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહને તેમના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી અને લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહજીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના.
Wishing one of India’s finest statesman, Dr Manmohan Singh ji a very happy birthday.
His humility, dedication and contribution to India’s development, has few parallels.
He is an inspiration to me, and to crores of other Indians. I pray for his good health and happiness.
— Rahul Gandhi (@RahulGandhi) September 26, 2022
રાહુલ ગાંધીએ પણ પાઠવી શુભેચ્છાઓ
રાહુલ ગાંધીએ પણ ડોક્ટર મનમોહન સિંહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે લખ્યું કે ભારતના સારા રાજનેતાઓમાંથી એક ડો.મનમોહન સિંહજીને જન્મદિવસની ખુબ ખુભ શુભેચ્છાઓ. ભારતના વિકાસમાં તેમની વિનમ્રતા, સમર્પણ અને યોગદાનમાં કેટલીક સમાનતાઓ છે. તેઓ મારા માટે કરોડો અન્ય ભારતીયો માટે એક પ્રેરણા છે. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે