VIDEO: કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં યોગીને અજયસિંહ બિષ્ટ કહેવાતા હંગામો થયો

લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ દરમિયાન નેતાઓના આરોપ-પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે.

VIDEO: કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં યોગીને અજયસિંહ બિષ્ટ કહેવાતા હંગામો થયો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ દરમિયાન નેતાઓના આરોપ-પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાની એક પ્રેસ કોન્ફરન્સમાં આજે હોબાળાની સ્થિતિ પેદા થઈ ગઈ. વાત જાણે એમ છે કે કોંગ્રેસ નેતા પવન ખેડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક એક વ્યક્તિ ઉભો થયો અને બૂમો પાડવા લાગ્યો કે યોગી આદિત્યનાથને અજયસિંહ બિષ્ટ કહેવું એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. 

પવન ખેડાની આ પ્રેસ કોન્ફરન્સમાં તે વ્યક્તિએ બખેડો ઊભો કરી નાખ્યો. વ્યક્તિ સતત ભારતમાતા કી જય અને વંદે માતરમની બૂમો પાડી રહ્યો હતો. આ સાથે જ તેણે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અજયસિંહ બિષ્ટ કહેવા એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. 

— ANI (@ANI) May 15, 2019

જો કે જેવા એ વ્યક્તિએ સૂત્રોચ્ચાર શરૂ કર્યાં કે ત્યાં હાજર રહેલા લોકો અને સુરક્ષાકર્મીઓએ તેને બહાર મોકલી દીધો. હોબાળો મચાવનાર વ્યક્તિ કોણ છે તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. વ્યક્તિ પોતાના હાથમાં તિરંગો લઈને આવેલો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news