અલવર : ફરી સામે આવ્યો મોબ લિન્ચિંગનો મામલો, ગાય સ્મગલિંગના શકમાં મારીમારીને લીધો જીવ!

આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે

અલવર : ફરી સામે આવ્યો મોબ લિન્ચિંગનો મામલો, ગાય સ્મગલિંગના શકમાં મારીમારીને લીધો જીવ!

અલવર : રાજસ્થાનના અલવર જિલ્લાના રામગઢ ગામમાં મોબ લિન્ચિંગનો એક કિસ્સો સામે આ્વ્યો છે. અહીં ગામલોકોએ ગાયની સ્મગલિંગની શંકામાં મારીમારીને એક વ્યક્તિનો જીવ લઈ લીધો. ગામાના અલાવડા લલાવંડી રોપ ખાતે કેટલાક ગ્રામીણોએ ગાયને લઈ જતા એક યુવકને ઝડપી લીધો હતો અને શંકાના આધારે મારીમારીને તેનો જીવ લઈ લીધો હતો. 

આ ઘટનાની જાણકારી મળતા જ રામગઢ થાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવકને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે સારવાર દરમિયાન યુવકનો જીવ જતો રહ્યો હતો અને મૃતદેહને રામગઢ હોસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ મૃતકના પરિવારજનોને આ વાતની સૂચના આપી દીધી છે. 

આ મામલે ન્યૂઝ એજન્સી એએનઆઇએ સાથે વાત કરતી વખતે અલવરના એસીપી અનિલ બેનિવાલે કહ્યું છે કે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે આરોપી ગાયનો સ્મગલર હતો કે નહીં. મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે અને આરોપીઓની શોધ ચાલી રહી છે. આરોપીઓની બહુ જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે. 

— ANI (@ANI) July 21, 2018

મૃતક અકબર પૂર સુલેમાન હરિયાણાના કોલ ગામનો નિવાસી હતો. તે શુક્રવારે રાત્રે લલાવંડી ગામથી બે ગાય લઈને જઈ રહ્યો હતો અને તેની લાશ સવારે મળી હતી. આ મામલે પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news