કેન્દ્ર સરકારની સામે મમતા બેનર્જી ધરણાં પર, CBI ઓફિસની બહાર CRPF તૈનાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે પોલીસ દ્વારા સીબીઆઇના અધિકારીઓની ઘરપકડ બાદ બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બીજેપીનો સારો સમય હવે પૂર્ણ થઇ ગયો છે. દેશ પીએંમ નરેન્દ્ર મોદીથી હેરાન થઇ ગયો છે. અને ત્યાર બાદ મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા છે. તે આખી રાત કોલકાતા મેટ્રો ચેનલ પર ધરણા કરશે, જ્યારે કોલકાતાના સીજીઓ કોપ્લેક્ષમાં આવેલી સીબીઆઇની ઓફિસ બહાર સીઆરપીએફ તૈનાત કરી દેવામાં આવી છે. સીઆરપીએફ તેનાત કરતા જ કોલકાતા પોલીસ સીજીઓ કોપ્લેક્ષમાંથી હટી ગઇ છે. 
 

કેન્દ્ર સરકારની સામે મમતા બેનર્જી ધરણાં પર, CBI ઓફિસની બહાર CRPF તૈનાત

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે પોલીસ દ્વારા સીબીઆઇના અધિકારીઓની ઘરપકડ બાદ બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બીજેપીનો સારો સમય હવે પૂર્ણ થઇ ગયો છે. દેશ પીએંમ નરેન્દ્ર મોદીથી હેરાન થઇ ગયો છે. અને ત્યાર બાદ મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા છે. તે આખી રાત કોલકાતા મેટ્રો ચેનલ પર ધરણા કરશે, જ્યારે કોલકાતાના સીજીઓ કોપ્લેક્ષમાં આવેલી સીબીઆઇની ઓફિસ બહાર સીઆરપીએફ તૈનાત કરી દેવામાં આવી છે. સીઆરપીએફ તેનાત કરતા જ કોલકાતા પોલીસ સીજીઓ કોપ્લેક્ષમાંથી હટી ગઇ છે. 

આ પહેલા મમતા બેનર્જીએ કહ્યું કે, બીજેપી પશ્ચિમ બંગાળને હેરાન કરી રહી છે. બેનર્જીએ કહ્યું કે તમે પીએમ મોદીની રેલીમાં તેમની ધમકાવતી ભાષા સાંભળી હશે. મહાગઠબંધનની રેલી બાદથી જ પીએમ મોદી મારી પાછળ પડી ગયા છે. તેમણે કહ્યું કે અમે દેશના સંવિધાનને બચાવી રહ્યા છે. બેનર્જીએ કહ્યું કે, રાજ્યની પોલીસની સુરક્ષાની જવાબદારી મારી પોતાની છે. 

CBIvsWBPOLICE: કોલકાતા સહિત સમગ્ર દેશનું રાજકારણ ઉકળ્યું, રાષ્ટ્રપતિ શાસનની માંગ

મમતા બેનર્જીએ કહ્યું કે હું ગર્વની સાથે કહું છું કે, રાજ્યની પોલીસની સુરક્ષાની જવાબદારી મારી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે નોટીસ બાદ સીબીઆઇ કોલકાતા પોલીસ કમીશ્વરની ધરપકડ કરવા માટે આવી હતી. બેનર્જીએ કહ્યું કે અમેસીબીઆઇની ધરપકડ કરી શકતા હતા. પરંતુ અમે તેમને છોડી દીધા હતા. મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરાકારની સામે સંવિધાનિક દિવાલ બનાવા માટે તે ધરણા કરશે. તેમણે કહ્યું કે કાલે જ (4 ફેબ્રુઆરી)એ ધરણા સત્યાગ્રહ કરશે. 

 

— ANI (@ANI) February 3, 2019

 

ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ લોકેટ ચેટર્જીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક ચાલુ થઇ ચુકી છે. તેમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચુક્યું છે. બીજી તરફ મમતા બેનર્જીએ કહ્યું કે, રાજીવ કુમાર એક સારા અધિકારી છે. તેમની ઇમાનદારી પર સવાલો ઉઠાવી શકાય નહી. વિદ્યાનગર પોલીસે સીબીઆઇની સ્થાનિક ઓફીસને ઘેરી લીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news