મહારાષ્ટ્રમાં કોરોનાની નવી માર્ગદર્શિકા, જાણો શું છૂટછાટ મળશે અને ક્યાં લાગૂ રહેશે પ્રતિબંધો

મહારાષ્ટ્ર સરકારે આજે કોરોનાના કારણે લદાયેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની નવી માર્ગદર્શિકા, જાણો શું છૂટછાટ મળશે અને ક્યાં લાગૂ રહેશે પ્રતિબંધો

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે આજે કોરોનાના કારણે લદાયેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ છૂટ એ જિલ્લાઓમાં રહેશે જ્યાં કોરોના પોઝિટિવિટી રેટ ઓછો હશે. આ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનોમાં તમામ વર્ગોને મંજૂરી આપવી મુશ્કેલ રહેશે. કારણ કે ધીરે ધીરે પ્રતિબંધોમાં છૂટ આપી શકાય છે.

પ્રતિબંધોમાં છૂટછાટ કોલ્હાપુર, સાંગલી, સતારા, પુણે, રત્નાગિરી, સિંધુદુર્ગ, સોલાપુર, અહમદનગર, બીડ, રાયગઢ અને પાલઘર જેવા 11 જિલ્લાઓમાં લાગૂ નહીં રહે. મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં તથા થાણેમાં પ્રતિબંધોમાં ઢીલ અંગે નિર્ણય સ્થાનિક પ્રશાસન ઉપર છોડવામાં આવ્યો છે. 

પુણેથી લગભગ 230 કિલોમીટર દૂર સાંગલીમાં પત્રકારો સાથે વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી. તેમણે સતારા, સાંગલી, કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરી, અને સિંધુદુર્ગ સહિત તમામ એવા જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. નવી માર્ગદર્શિકા મુજબ રાતે 9થી સવારે પાંચ વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ લાગૂ રહેશે. આવો જાણીએ આ દરમિયાન શું છૂટછાટ રહેશે અને કયા પ્રતિબંધ લાગૂ રહેશે. 

આ છૂટછાટ મળશે
- અતિ જરૂરી અને બિન જરૂરી દુકાનો (શોપિંગ મોલ સહિત) તમામ સપ્તાહના સાતેય દિવસ રાતે 8 વાગ્યા સુધી અને શનિવારે બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જરૂરી ચીજવસ્તુઓની દુકાનોને બાદ કરતા તમામ દુકાનો અને મોલ રવિવારે બંધ રહેશે. 
- વ્યાયામ, વોકિંગ, જોગિંગ અને સાઈકલિંગના હેતુથી તમામ જાહેર પાર્ક અને ખેલના મેદાનો ખોલવામાં આવી શકે છે. 
- તમામ સરકારી અને પ્રાઈવેટ ઓફિસો પૂરી ક્ષમતા સાથે કામ કરી શકે છે. મુસાફરી દરમિયાન ભીડભાડથી બચવા માટે કામ કરાના સમયને ઓછો કરવો જોઈએ. 
- જે સંસ્થાનો વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખી શકે છે તેમણે તે ચાલુ રાખવું જોઈએ. 
- તમામ પ્રકારના ખેતીકામ, સિવિલ કામ, ઔદ્યોગિક ગતિવિધિઓ, માલ પરિવહન પૂરી ક્ષમતાથી ચાલુ રાખી શકાય છે. 
- જીમ, યોગા સેન્ટર, સલૂન, બ્યૂટી પાર્લર, સ્પા સપ્તાહના દિવસોમાં રાતે 8 વાગ્યા સુધી અને શનિવારે બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રહી શકે છે. જ્યારે રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. આ માટે જરૂરી શરત એ રહેશે કે એર કંડીશનર વગર અને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાના રહેશે. 
- તમામ રેસ્ટોરા વર્કિંગ ડેઝમાં સાંજે 4 વાગ્યા સુધી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે ખુલ્લા રહેશે. કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. પાર્સલ અને ટેકઅવેની મંજૂરી રહેશે જેમ અત્યારે પણ અપાય છે. 

આ પ્રતિબંધો લાગૂ રહેશે
- રાજ્યના તમામ પૂજા સ્થળો આગામી આદેશ સુધી બંધ રહેશે.
- ભીડભાડથી બચવા માટે બર્થડે પાર્ટી, રાજનીતિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, ચૂંટણી, ચૂંટણી પ્રચાર, રેલીઓ, વિરોધ માર્ચ, પર લાગેલા પ્રતિબંધો લાગૂ રહેશે. 
- તમામ કોવિડ-19 પ્રોટોકોલ જેમ કે માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે મહારાષ્ટ્રના તમામ લોકોએ પ્રમાણિકતાથી પાલન કરવાનું રહેશે. નિયમ ન માનવાની સ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005, મહામારી અધિનિયમ, અને ભારતીય દંડ સહિતાની કલમ 1860 ની સંબંધિત ધારાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news