UP Politics: 10 સાંસદો ધરાવતી પાર્ટીના સાંસદો ભાજપ અને કોંગ્રેસના સંપર્કમાં, ડૂબી જશે પાર્ટીનું ભવિષ્ય
INDIA ગઢબંધન સાથે સંકળાયેલી પાર્ટીઓ હાલમાં ધીરે ધીરે એકલા ચલો રેની જેમ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. સપાનો સાથ છોડીને આરએલડી એનડીઓમાં જોડાઈ ગઈ છે. યુપીમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સીટોને લઈને ચડસા ચડસી ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશમાં માયાવતીને મોટો આંચકો લાગી શકે છે.
Trending Photos
Mayawati Politics: દિલ્હીની ગાદીનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી નીકળે છે. આ રાજ્યમાં જે પાર્ટીનો દબદબો એ પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવે છે. ભાજપ આ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ફોકસ ઉત્તર પ્રદેશ પર કરી રહી છે. અહીં રામ મંદિરનો મામલો હાલમાં જોર પકડી રહ્યો છે. INDIA ગઢબંધન સાથે સંકળાયેલી પાર્ટીઓ હાલમાં ધીરે ધીરે એકલા ચલો રેની જેમ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. સપાનો સાથ છોડીને આરએલડી એનડીઓમાં જોડાઈ ગઈ છે. યુપીમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સીટોને લઈને ચડસા ચડસી ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશમાં માયાવતીને મોટો આંચકો લાગી શકે છે. 2019માં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીમાં BSPના સિમ્બોલ પર જીતેલા 10 સાંસદો માયાવતી છોડી શકે છે. આ સાંસદો ફરી બસપાના સિમ્બોલ પર ચૂંટણી લડવા રાજી નથી.
મળી શકે છે ઝટકો
લોકસભા ચૂંટણી પહેલા દેશના સૌથી મોટા રાજકીય રાજ્ય ઉત્તર પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને મોટો ઝટકો લાગી શકે છે. 2019માં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીમાં BSPના સિમ્બોલ પર જીતેલા 10 સાંસદો માયાવતી છોડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BSPના તમામ સાંસદ અન્ય પાર્ટીઓમાં સામેલ થઈ શકે છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટીને યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં મજબૂત સમર્થન છે. આ રાજ્યોમાં લોકસભાની લગભગ 160 બેઠકો છે. માયાવતીએ એકલા લડવાનું કેમ નક્કી કર્યું તે ચર્ચાનો વિષય છે. સૌથી વધુ ચર્ચા બસપાના એ સાંસદોની છે જે ગત ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધનની મદદથી સંસદમાં પહોંચવામાં સફળ રહ્યા હતા.
જીતી હતી 10 બેઠકો
2019માં માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. ગઠબંધન હેઠળ, માયાવતીને 38 બેઠકો મળી હતી, જેમાંથી તેમની પાર્ટી 10 બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ પહેલાં માયાવતી દાનિશ અલીને ઘરભેગા કરી ચૂકી છે. દાનીશ અલી યુપીમાં અમરોહાના લોકસભા સાંસદ છે અને તેઓ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સાથે નિકટતા વધારી રહ્યાં હતા. કોંગ્રેસ સાથેની તેમની નિકટતાને કારણે જ બસપાએ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં હતા. કોંગ્રેસ સાથેની નિકટતા કારણ બની હતી.
બધા પક્ષોની નજર
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ, સપા અને કોંગ્રેસની નજર બસપાના તમામ સાંસદો પર છે. કહેવામાં આવી રહ્યું છે કે માયાવતીની પાર્ટીના 4 સાંસદ બીજેપી, 3 સમાજવાદી પાર્ટી અને 3 કોંગ્રેસના સંપર્કમાં છે. માયાવતીના વલણથી સાંસદોમાં ખળભળાટ મચી ગયો છે.
જૌનપુરથી શ્યામ સિંહ યાદવ, લાલગંજ સીટથી સંગીતા આઝાદ, આંબેડકર નગરથી રિતેશ પાંડે, શ્રાવસ્તીથી રામ શિરોમણી, બિજનૌરથી મલૂક નગર, અમરોહાથી કુંવર દાનિશ અલી, સહારનપુરથી હાજી ફઝલુર રહેમાન, કુમારી અતુલ કુમાર જાટવ અને કુમારી નગરથી ઘોસી.ગાઝીપુરથી અફઝલ અંસારી હાલમાં બીએસપીના સાંસદ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે