મહાશિવરાત્રી પર આજે કુંભનું સમાપન, મંદિરોમાં જામી શ્રદ્ધાળુઓની ભીડ, જુઓ Pics...

આજે જ પ્રયાગરાજમાં આયોજીત કુંભ મેળાનું સમાપન પણ થવાનું છે. કુંભમાં આજે જ છેલ્લુ શાહી સ્નાન પણ થશે. હિંદૂ ધર્મમાં ભગવાન શિવ શંકર પર લોકોને ઘણી આસ્થા છે

મહાશિવરાત્રી પર આજે કુંભનું સમાપન, મંદિરોમાં જામી શ્રદ્ધાળુઓની ભીડ, જુઓ Pics...

નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની મોટી ભીડ જામી રહી છે. આજે જ પ્રયાગરાજમાં આયોજીત કુંભ મેળાનું સમાપન પણ થવાનું છે. કુંભમાં આજે જ છેલ્લુ શાહી સ્નાન પણ થશે. હિંદૂ ધર્મમાં ભગવાન શિવ શંકર પર લોકોને ઘણી આસ્થા છે. એટલા માટે દેવોના દેવ મહાદેવને ખુશ કરવા આસ્થાથી પરિપૂર્ણ મહાશિવરાત્રીનો ઉપવાસ સૌથી મહત્વપૂર્ણ હોય છે.

આમ તો શિવરાત્રી (ચતુર્દશી) દરેક મહીનામાં આવે છે. પરંતુ ફાગણ માસમાં આવતી મહાશિવરાત્રી ઘણી ખાસ હોય છે. આ દિવસે શ્રદ્ધાળૂઓ ભગવાન શિવને ફળ-ફૂલ અર્પણ કરે છે અને શિવલિંગ પર દૂધ તેમજ જળનો અભિષેક કરે છે.

પુણેના શિવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, (ફોટોસાભાર: ANI)

થયા હતા ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્ન
પુરાણોના અનુસાર, ફાગણ માસમાં ઉજવવામાં આવતી શિવરાત્રી પર ભગવાન શિવ શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. એટલા માટે આ પર્વને મહાશિવરાત્રી કરેવાય છે.

નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી, (ફોટોસાભાર: ANI)

ઉપવાસ રાખવાથી પુરી થાય છે ઇચ્છા
આ દિવસે ભગવાન શિવની પૂજા સંપૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવે તો તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દિવસે શિવરાત્રીના ઉપવાસ રાખવાની પણ પરંપરા છે. માનવામાં આવે છે કે તેનાથી હંમેશા ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે પુરૂષ ઉપવાસ કરે તો તેમને ધન-દોલત, યશ તેમજ ર્કિત પ્રાપ્ત થયા છે. મહિલાઓ સુખ-સોભાગ્ય તેમજ સંતાન પ્રાપ્ત કરે છે. કુંવારી કન્યાઓ સુંદર તેમજ સુયોગ્ય પતિ મેળવવાની કામનાથી આ ઉપવાસ કરે છે.

મુંબઇના મંદિરમાં પૂજા કરવામાં આવી, (ફોટોસાભાર: ANI)

શિવરાત્રીનું મહત્વ
મહાશિવરાત્રીમાં પૂજાનું ઘણુ મહત્વ છે. ચતુર્દશી તિથિના સ્વામી ભગવાન ભોળાનાથ અર્થાત સ્વયં શિવ છે. એટલા માટે પ્રત્યેક માસની કુષ્ણ પક્ષની ચતુર્દશીને માસિક શિવરાત્રી તરીકે ઉવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં આ તિથિનું ઘણી શુભ કહેવામાં આવી છે. ગણિત જ્યોતિષની ગણતરીઓના હિસાબથી મહાશિવરાત્રીનો સમય સૂર્ય ઉત્તરાયણ થઇ ગયા હોય છે અને ઋતુ-પરિવર્તન પણ ચાલી રહ્યુ હોય છે.

દિલ્હીનું ગૌરી શંકર મંદિર, (ફોટોસાભાર: ANI)

જ્યોતિષના અનુરાસ, ચતુર્દર્શી તિથિમાં ચંદ્ર તેની નબળી પરિસ્થિતિમાં આવી જાય છે. ચંદ્રને શિવજીએ મસ્તક પર ધારણ કર્યો છે. એટલા માટે શિવજીના પૂજનથી વ્યક્તિનો ચંદ્ર મજબૂત હોય છે, જે મનનું પરિબળ છે. શિવની આરાધના ઇચ્છા શક્તિને મજબૂત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news