કંઇક આવું હશે ઉદ્ધવ ઠાકરેનું મંત્રિમંડળ, આ લોકોને મળશે મંત્રીપદ
Trending Photos
મુંબઇ: શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)એ મંત્રીમંડળને લઇને રૂપરેખા નક્કી થઇ ગઇ છે. મહારાષ્ટ્રના નવા મંત્રીમંડળમાં શિવસેના અને એનસીપી કોટામાંથી 15-15 અને કોંગ્રેસના કોટામાંથી 12 મંત્રી હશે. સૂત્રોના અનુસાર એનસીપી અને શિવસેનાએ 10-10 મંત્રીઓના નામ નક્કી કરી દીધા છે. જ્યારે કોંગ્રેસના 8 મંત્રીઓના નામ નક્કી કરી દીધા છે.
એનસીપીએ અત્યાર સુધી જે મંત્રીઓના નામ ફાઇનલ કરી દીધા છે તેમાં છગન ભુજબળ, જયંત પાટિલ, નવાજ મલિક, રાજેશ ટોપે, અનિલ દેશમુખ, જિતેંદ્વ ચૌહાણ, હસન મુશ્રીફ, દિલીપ વલસે પાટીલ સામેલ છે.
શિવસેના દ્વારા જે 10 નામો પર અત્યાર સુધી મોહર લાગી ચુકી છે તેમાં એકનાથ શિંદે, દિવાકર રાવતે, સુભાષ દેસાઇ, રામદાસ કદમ, અનિલ પરબ, સુનીલ સાવંત, અબદુલ સત્તાર, પ્રતાપ સરનાઇક, સુનીલ પ્રભુ, રવિન્દ્ર વાયકર સામેલ છે.
તો બીજી તરફ કોંગ્રેસ તરફથી જે 8 લોકોના નામ ફાઇનલ થયા છે. તેમાં બાલાસાહેબ થોરાટ, અશોક ચૌહાણ, માણિકરાવ ઠાકરે, યશોમતિ ઠાકુર, અમિત દેશમુખ, વિજય વડટેડ્ડીવાર, વર્ષા ગાયકવાડ.
તમને જણાવી દઇએ કે શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) 28 નવેમ્બર એટલે કે ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદની શપથ લેશે. શપથ ગ્રહણનું આયોજન મુંબઇના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યું છે. શપથ ગ્રહણનો કાર્યક્રમ સાંજે 5:30 વાગે થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે શિવસેના (Shiv Sena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ મળીને બનાવવામાં આવેલા મહા વિકાસ અઘાડી ગઠબંધનને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે