Sangli Murder Case: સાંગલી આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, 9 લોકોની કરવામાં આવી હતી હત્યા
Sangli Murder Case: પહેલા આ ઘટનાને આત્મહત્યાનો કેસ માનવામાં આવી રહ્યો હતો. પરિવારના નવ સભ્યોના મૃતદેહ બે અલગ-અલગ ઘરમાં 20 જૂને મળ્યા હતા.
Trending Photos
સાંગલીઃ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં બે ભાઈઓના પરિવારના નવ સભ્યોના મોતના મામલામાં થઈ રહેલી તપાસમાં ખુલાસો થયો છે કે તેમને એક તાંત્રિક અને તેના ડ્રાઇવરે કથીત રીતે ઝેર આપી મારી નાખ્યા. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
શરૂઆતમાં માની લેવામાં આવ્યો આત્મહત્યાનો મામલો
આ પહેલાં ઘટનાને આત્મહત્વા ગણવામાં આવી હતી. પરિવારના સભ્યોના મૃતદેહ 10 જૂને મ્હૈસલ ગામમાં એક કિલોમીટરના અંતર પર સ્થિત બંને ભાઈના ઘરોમાં મળ્યા હતા. તેમાંથી એક શિક્ષક અને બીજો ભાઈ પશુ ચિકિત્સક હતો. શરૂઆતી તપાસમાં દેવામાં ડૂબેલા હોવાને કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું હતું.
પોલીસ મહાનિરીક્ષક (કોલ્હાપુર રેન્જ) મનોજ કુમાર લોહિયાએ કહ્યુ- અમે એત તાંત્રિક અને તેના ડ્રાઇવરની હત્યાના મામલામાં ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે બંનેએ કથિત રીતે પરિવારના નવ સભ્યોને ઝેર આપી મારી રાખ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આઈપીસીની કલમ 302 હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.
પહેલા શું કહ્યું હતું પોલીસે?
આ પહેલાં પોલીસે સોમવારે જાણકારી આપી હતી કે મ્હૈસાલ ગામમાં બે ભાઈઓના પરિવારના ઓછામાં ઓછા 9 સભ્યોએ કથિત રીતે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
અધિકારીઓ અનુસાર મૃતકોની ઓળખ અક્કતાઈ યેલપ્પા વનમોર, તેમના પશુ ચિકિત્સક પુત્ર માણિક વાઈ, વનમોર, તેમના પત્ની રેખા, તેમની પુત્રી પ્રતિમા અને પુત્ર આદિત્યની સાથે-સાથે સ્કૂલી શિક્ષક પોપટ વાઈ વનમોરના પુત્રના પરિવારના સભ્ય, તેમના પત્ની રેખા, પુત્ર શુભમ અને તેની પુત્રી સંગીતાના રૂપમાં થઈ છે.
પરિવારના 9 લોકોના મોતના સમાચાર વાયુવેગે ફાલાયા હતા. ગામ લોકોને માહિતી મળતા તમામ લોકો આ પરિવારના ઘરની બહાર પહોંચી ગયા હતા. ઘટનાની તપાસ કરવા માટે સાંગલીના પોલીસ અધીક્ષક દીક્ષિત કુમાર ગેદમ, મ્બૈસલ પોલીસ નિરીક્ષક ચંદ્રકાંત બેંદ્રે સહિત અન્ય પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે