Maharashtra MLC Election: BJP આ 5 નેતાઓને આપી ટિકિટ, પંકજા મુંડેનું પત્તુ કપાયું

Maharashtra Legislative Council polls: મહારાષ્ટ્રમાં 20 જૂને વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ 5 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પરંતુ પૂર્વ મંત્રી પંકજા મુંડેને ટિકિટ મળી નથી. 

Maharashtra MLC Election: BJP આ 5 નેતાઓને આપી ટિકિટ, પંકજા મુંડેનું પત્તુ કપાયું

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં 20 જૂને યોજાનાર વિધાન પરિષદ ચૂંટણી માટે પોતાના પાંચ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે વિધાન પરિષદમાં વિપક્ષ નેતા યશવંત દારેકર સહિત 5 નેતાઓને ટિકિટ આપી છે, પરંતુ ચોંકાવનારી વાત છે કે તેમાં પૂર્વ મંત્રી પંકજા મુંડેનું નામ સામેલ નથી. 

દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા પંકજા મુંડે ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની પુત્રી છે. એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ તેને વિધાન પરિષદ માટે ઉમેદવાર બનાવી શકે છે. પરંતુ પાર્ટીએ જ્યારે યાદી જાહેર કરી તો તેમાં પંકજા મુંડેનું નામ ગાયબ હતું. 

કોને મળી ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ વિધાન પરિષદના ઉમેદવારના રૂપમાં વિપક્ષ નેતા પ્રવીણ યશવંત દારેકર સિવાય રામ શંકર શિંદે (પૂર્વ મંત્રી), શ્રીકાંત ભારતીય, ઉમા દિરીષ ખાપરે અને પ્રસાદ મિનેશ લાડને ટિકિટ આપી છે. 

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં સભાપતિ રામરાજે નાઇક નિંબાલકર સિવાય રાજ્યના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ (શિવસેના), દિવાકર રાવતે (શિવસેના), દારેકર, પ્રસાદ લાડ, મરાઠી નેતા વિનાયક મેટે અને પૂર્વ મંત્રી સદાભાઉ ખોતનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય આ ચૂંટણી માટે ચૂંટણી મંડળની રચના કરે છે. મહારાષ્ટ્રમાં 288 સભ્યોની વિધાનસભામાં ભાજપના 106 ધારાસભ્યો છે અને પાર્ટી પોતાના ચાર ઉમેદવારોને ઉપલા ગૃહમાં મોકલી શકે છે. 

એમએલસી ચૂંટણી માટે 20 જૂને મતદાન
મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 સીટો પર યોજાનાર ચૂંટણી માટે મતદાન 20 જૂને થવાનું છે અને તે દિવસે જ પરિણામ જાહેર થઈ જશે. ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 9 જૂન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news