CM પદના શપથ લીધા બાદ BJP કાર્યાલય પહોંચ્યા ફડણવીસ, બોલ્યા-'મોદી હૈ તો મુમકિન હૈ'

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ પ્રદેશ ભાજપની ઓફિસ પહોંચ્યાં. તેમણે પીએમ મોદી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો આભાર વ્યક્ત કર્યો. ફડણવીસે કાર્યકરોને સંબોધતા કહ્યું કે મોદીજી હૈ તો મુમકિન હૈ.

CM પદના શપથ લીધા બાદ BJP કાર્યાલય પહોંચ્યા ફડણવીસ, બોલ્યા-'મોદી હૈ તો મુમકિન હૈ'

મુંબઈ: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ પ્રદેશ ભાજપની ઓફિસ પહોંચ્યાં. તેમણે પીએમ મોદી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો આભાર વ્યક્ત કર્યો. ફડણવીસે કાર્યકરોને સંબોધતા કહ્યું કે મોદીજી હૈ તો મુમકિન હૈ. ફડણવીસે એ વાત પણ દોહરાવી કે તેઓ અજિત પવારના સમર્થનથી મહારાષ્ટ્રમાં મજબુત સરકાર બનાવવા જઈ રહ્યાં છે. ફડણવીસે રાજ્યમાં સ્થાયી સરકારનો વાયદો કર્યો. 

આ અગાઉ મહારાષ્ટ્રમાં શનિવારે સવારે બધાને ચોંકાવતા ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમના શપથ લીધા. લગભગ સાડા આઠ કલાકમાં બાજી શિવસેના-કોંગ્રેસ-એનસીપીના હાથમાંથી નીકળી ગઈ અને ભાજપના હાથમાં આવી ગઈ. શુક્રવારે રાતે લગભગ 11.45 વાગે અજિત પવાર અને ભાજપ વચ્ચે ડીલ થઈ. લગભગ 11.55 વાગે ફડણવીસે પાર્ટીને વાત કરી અને શિવસેના-એનસીપી અને કોંગ્રેસ દાવો કરે તે પહેલા જ શપથ ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો. 

— ANI (@ANI) November 23, 2019

પોતાના સમર્થક વિધાયકોને મુંબઈથી બહાર લઈ જઈ રહ્યાં છે અજિત પવાર
એનસીપી નેતા અને હવે ડેપ્યુટી સીએમ અજિત પવાર પોતાના સમર્થક વિધાયકોને મુંબઈથી બહાર લઈ જવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ પોતાને સમર્થન આપી રહેલા વિધાયકોને ગોવા લઈ જઈ રહ્યાં છે. આ બાજુ કોંગ્રેસ પણ પોતાના વિધાયકોને તૂટતા બચાવવા માટે મુંબઈ બહાર લઈ જવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ તે ભોપાલ લઈ જઈ શકે છે. 

જુઓ LIVE TV

સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારના સમર્થક વિધાયકોની સાથે ધનંજય મુંડે પણ છે. તેમને એક પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગોવા લઈ જવામાં આવશે. આ બાજુ એનસીપી નેતા અજિત પવાર અને તેમના સમર્થક વિધાયકોના સમર્થનથી ભાજપની સરકાર બન્યા બાદ કોંગ્રેસ પણ હવે સતર્ક થઈ ગઈ છે. કોંગ્રેસે પોતાના તમામ વિધાયકોને મહારાષ્ટ્ર બહાર ભોપાલ મોકલવાનું નક્કી કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news