બસમાં ભર ઊંઘમાં પોઢી રહેલા મુસાફરો જીવતા આગમાં ભૂંજાયા, 11ના દર્દનાક મોત

Bus Caught Fire in Nashik: મહારાષ્ટ્રના નાસિકમાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત થયો જેમાં 11 લોકોના દર્દનાક મોત થયા. યવતમાલથી મુંબઈ જઈ રહેલી બસ વહેલી સવારે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. ભર ઊંઘમાં સૂઈ રહેલા મુસાફરો જીવતા આગમાં ભૂંજાઈ ગયા. 

બસમાં ભર ઊંઘમાં પોઢી રહેલા મુસાફરો જીવતા આગમાં ભૂંજાયા, 11ના દર્દનાક મોત

Bus Caught Fire in Nashik: મહારાષ્ટ્રના નાસિકમાં ગોઝારો અકસ્માત થયો. એક બસ આગની ભીષણ જ્વાળાઓમાં લપેટાઈ જતા 11 લોકો જીવતા ભૂંજાયા. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગ પર ખુબ જદ્દોજહેમત બાદ કાબૂ મેળવી શકાયો. આગ લાગવાના કારણની હજુ જાણકારી મળી શકી નથી. 

મળતી માહિતી મુજબ ખાનગી ઓપરેટરની આ બસ યવતમાલથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો. વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આ બસ ઔરંગાબાદના કૈલાશનગર વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. આ કારણે જાનમાલનું નુકસાન વધુ થયું છે. 

11 people died in a collision between a bus and a truck in Nashik, Maharashtra earlier this morning. pic.twitter.com/uxlseia9nG

— ANI (@ANI) October 8, 2022

આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી
એવું કહેવાઈ રહ્યું છે કે એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચવાના કારણે મૃતદેહોને સિટી બસમાં રાખવા પડ્યા. ઘટના બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ ભેગી થઈ અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ બની ગયો. પોલીસની ટીમો અકસ્માતના કારણની ભાળ મેળવી રહી છે. જો કે હજુ સુધી કઈ સ્પષ્ટ થઈ શક્યું નથી કે બસમાં આખરે આગ લાગી કેવી રીતે? ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

— ANI (@ANI) October 8, 2022

સીએમએ કરી જાહેરાત
ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુ:ખ જતાવ્યું છે. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ ઘાયલોની મફત સારવાર કરાવવાની પણ વાત કરી છે. આ ઉપરાંત PMNRF માંથી પણ મૃતકના પરિજનોને 2 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા વળતરની જાહેરાત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news