મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: NCPએ કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ- સુશીલ કુમાર શિંદે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને એનસીપી બંને થાકી ગયા છે. હવે કોંગ્રેસ એનસીપીને એકબીજા સાથે જોડાઇ જવું જોઇએ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: NCPએ કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ- સુશીલ કુમાર શિંદે

સોલાપુર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને એનસીપી બંને થાકી ગયા છે. હવે કોંગ્રેસ એનસીપીને એકબીજા સાથે જોડાઇ જવું જોઇએ. સોલાપુરની કોંગ્રેસ એનસીપીના પ્રચાર દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ એનસીપી એક જ વૃક્ષ નીચે મોટા થયા છે. આ બંને પાર્ટીઓ એક જ માતાના ખોળામાં મોટા થયા છે. ઇન્દિરા ગાંધી અને યશવંત રાવ ચૌહાણના નેતૃત્વમાં અમે કામ કર્યું છે. જે મુદ્દા પર એનસીપી બની હતી તે મુદ્દો રહ્યો નથી. અમારા હૃદયને પણ દુ:ખ પહોંચે છે અને તેમના પણ, પરંતુ તેઓ દેખાળતા નથી.

એનસીપી પ્રમુખ શરદ પવારનું નામ લીધા વગર શિંદેએ કહ્યું કે, સમય આવશે તો તેઓ આ કરી બતાવશે. હવે બંને પાર્ટીઓને એક થવું જોઇએ. એનસીપીના સોલાપુરના ઉમેદવા મનોહર સપાટે પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ માટે આવ્યા હતા. તે દરમિયાન તેમણે એનસીપીને કોંગ્રેસમાં જોડાઇ જવાની સલાહ આપી હતી.

2019ના લોકોસભા ચૂંટણી બાદ પણ આ પ્રકારની ચર્ચાઓ હતી કે એનસીપી અને કોંગ્રેસ એક થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, એનસીપી પ્રમુખ શરદ પવારે તેમની પાર્ટીને કોંગ્રેસ સાથે જોડી ન હતી. એનસીપીના બેનર પર જ વિધાનસબા ચૂંટણી લડી રહ્યાં છે. પરંતુ કોંગ્રેસ-એનસીપી બંને પાર્ટીઓ વિધાનસભા ચૂંટણી ગઠબંધન કરી લડી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસની શક્તિ ઓછી થઇ તો બીજી તરફ એનસીપીના મોટાભાગના નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. એવામં સુશિલ કુમાર શિંદેનું આ નિવેદન મહત્વનું છે.

જાણવા મળી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના વોટ આપવામાં આવશે અને 24 ઓક્ટોબરના પરિણામ આવશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનના અંતર્ગત 125-125 બેઠકો પર લડી રહી છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 1998-99 દરમિયાન સોનિયા ગાંધીના વિદેશ મૂળનો મુદ્દો ઉઠાવી શરદ પવારે કોંગ્રેસથી અલગ થઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બનાવી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news