વડોદરા: પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામલીલા બાદ 55 ફૂટના રાવણનું થયુ દહન

દશેરા નીમિત્તે વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામલીલામાં સૌપ્રથમ નાટક ભજવવામાં આવ્યું હતું. જેમાં 125 જેટલા કલાકારોએ અલગ અલગ પાત્રો ભજવી રામલીલા જોવા આવેલા તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 

વડોદરા: પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામલીલા બાદ 55 ફૂટના રાવણનું થયુ દહન

રવિ અગ્રવાલ/વડોદરા: દશેરા નીમિત્તે વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામલીલામાં સૌપ્રથમ નાટક ભજવવામાં આવ્યું હતું. જેમાં 125 જેટલા કલાકારોએ અલગ અલગ પાત્રો ભજવી રામલીલા જોવા આવેલા તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 

આ વખતે રામલીલા આતંકવાદ વિરુધ્ધ દેશને જાગૃત કરવાની થીમ પર યોજાઈ હતી. રામલીલા દ્વારા લોકોને આતંકવાદ વિરુધ્ધ લડવાનો અને એકજુથ થવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. વડોદરામાં ભજવાતી રામલીલામાં લક્ષ્મણનું પાત્ર વર્ષોથી મુસ્લિમ યુવાન આબીદ શેખ ભજવે છે જેથી કોમી એકતાનો સંદેશો પણ આપવામાં આવે છે.

વિસનગર: અશ્વદોડ સ્પર્ધાની 200 વર્ષ જૂની પરંપરા, વાયુ વેગે દોડ્યા ઘોડા

39માં વર્ષે યોજાનારી રામલીલા અને રાવણદહનના કાર્યક્રમને જોવા માટે હજારોની સંખ્યામાં વડોદરાવાસીઓ પોલો ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયા હતા. રામલીલા બાદ 55 ફૂડ ઊંચા રાવણ, 50 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. પુતળાના દહન સમયે ભારે આતશબાજી કરવામાં આવી હતી. જેનો લોકોએ આનંદ માણ્યો હતો.

‘300 કરોડનો હાર પહેરી’ ગાર્ડ ઓફ ઓનર સાથે નિકળી બાલા બહુચરની પાલખી યાત્રા

મહત્વની વાત છે કે રામલીલાને આ વખતે મંદી નડી છે. કારણ કે, રામલીલા કમિટીની સ્પોન્સર્સ ઓછા મળ્યા છે. જેથી રામલીલાના ખર્ચમાં પણ ઘટાડો કરવામાં આવ્યો. મહત્વની વાત છે કે, રામલીલા અને રાવણદહન કાર્યક્રમના નિમંત્રણ પત્રમાં આયોજકોએ માત્ર અધિકારીઓના નામ લખતાં ભાજપ કોંગ્રેસના તમામ નેતાઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. અને રામલીલા જોવા એક રાજકીય આગેવાન ન આવ્યાં.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news