NCP નેતાઓ સમજાવવા ગયા તો અજિત પવારે કહ્યું- 'હું પીછેહઠ નહીં કરું, પાર્ટી BJPને કરે સપોર્ટ'

અજિત પવારને પણ મનાવવાની કોશિશ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારની સાથે ફક્ત 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે.

NCP નેતાઓ સમજાવવા ગયા તો અજિત પવારે કહ્યું- 'હું પીછેહઠ નહીં કરું, પાર્ટી BJPને કરે સપોર્ટ'

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) માં રાજકીય ઉથલપાથલ હજુ ચાલુ જ છે. એનસીપી(NCP)ની મહત્વની બેઠક યોજાઈ છે. શરદ પવાર(Sharad Pawar) પણ આ  બેઠકમાં સામેલ છે. પાર્ટીના મોટાભાગના વિધાયકો આ બેઠકમાં પહોંચ્યા છે. ધનંજય મુંડે(Dhananjay Munde) પણ એનસીપીની બેઠકમાં ભાગ લેવા માટે  પહોંચ્યા છે. ધનંજય મુંડે એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવાર(Ajit Pawar)ના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં. આ બાજુ અજિત પવારને મનાવવાની કોશિશ ચાલુ છે. અજિત પવાર સાથે માત્ર 5 વિધાયકો રહી ગયા છે. NCPની આ બેઠકમાં પાર્ટીના 54 વિધાયકોમાંથી 42 પહોંચ્યા હતાં. 

— ANI (@ANI) November 23, 2019

આ બાજુ અજિત પવારને પણ મનાવવાની કોશિશ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારની સાથે ફક્ત 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે. જો અજિત પવાર ન માન્યા તો પાર્ટી તેમના પર કાર્યવાહી કરી શકે છે. મુંબઈ સ્થિત બ્રાઈટન ઈમારતમાં અજિત પવારને મનાવવા આવેલા એનસીપીના નેતા હસન મુશરિફ, સુનીલ તટકરે, દિલીપ વલસે પાટિલને અજિત પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ પોતાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં. પાર્ટીને બચાવવી હોય તો એનસીપી ભાજપને સપોર્ટ કરે. નહીં તો કેટલાક વિધાયકો જે મીટિંગમાં આવી રહ્યાં છે તેઓ સતત ભાજપના સંપર્કમાં છે. છેલ્લે તેમણે ફરીથી એમ જ કહ્યું કે તેઓ પોતાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં.  

આ બાજુ શિવસેનાના તમામ નારાજ, કોપાયમાન, ઉદાસ અને હતાશ ધારાસભ્યોને સાંત્વના આપવા અને તેમની હિંમત જાળવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરે લલિત હોટલ પહોંચ્યા હતાં. તેમણે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક યોજી. શિવસેનાના 56 વિધાયકો બેઠકમાં પહોંચ્યા હતાં. 4 અપક્ષ વિધાયકો પણ બેઠકમાં  ભાગ લેવા માટે પહોંચ્યા હતાં. 

જુઓ LIVE TV

કોંગ્રેસી નેતા વિજય વડેટટીવારના ઘરે આવેલા વિધાયકોમાંથી કેટલાક વિધાયકો બે કારમાં બેસીને રવાના થયા હતાં. પૂછવા છતાં તેમણે  કોઈ જાણકારી આપી નહીં. એટલે કે કોંગ્રેસ પાર્ટીના વિધાયકોને આદેશ અપાયો છે કે તેઓ પોતાના લોકેશન અંગે કશું જણાવે નહીં. સૂત્રોનું કહેવું છે કે આ વિધાયકોને ગુપ્ત રીતે મુંબઈથી બહાર લઈ જવાની તૈયારી થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news