રામ મંદિરના મહંત બોલ્યા: અમને માત્ર ભગવાન પર વિશ્વાસ, કોઇ વ્યક્તિ પર નહીં

અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસ ન કરવાના સવાલ પર મહંતે કહ્યું કે અમે લોકો કોઇ નેતાને બોલાવતા નથી, અમે માત્ર ભગવાનને બોલાવીએ છે.

રામ મંદિરના મહંત બોલ્યા: અમને માત્ર ભગવાન પર વિશ્વાસ, કોઇ વ્યક્તિ પર નહીં

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દા પર સંત સમાજ ખુબ જ નારાજ જોવા મળી રહ્યા છે. સોમવારે શ્રી રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે રામ મંદિર નિર્માણ માટે અમને માત્ર ભગવાન પર વિશ્વાર છે, કોઇ વ્યક્તિ પર નથી. તેમણે કહ્યું કે એક તરફ પીએમ મોદી છે તો એક તરફ સીએમ યોગી છે. મંદિર નિર્માણનો આજ યોગ્ય સમય છે. અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસ ન કરવાના સવાલ પર મહંતે કહ્યું કે અમે લોકો કોઇ નેતાને બોલાવતા નથી, અમે માત્ર ભગવાનને બોલાવીએ છે.

તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થવુ જોઇએ. અમને કોઇની પર વિશ્વાસ નથી. અમે બધા જ સુપ્રીમ કોર્ટનું સમ્માન કરીએ છે. પરંતુ તેમની વાતોનું સમ્માન કરતા નથી. અમને વિશ્વાસ છે કતે મોદી સરકારમાં રામ મંદિર બનશે. તેમણે કહ્યું કે બદા સાધુ-સંતોએ નરેન્દ્ર મોદીને મંદિર નિર્માણ માટે પ્રધાનમંત્રી પદ પર મોકલ્યા છે.

અયોધ્યા વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે (29 ઓક્ટોબર) મહત્વની સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ કે.એમ જોસફની બેન્ચ સોમવાર સવારે 11 વાગ્યા પછી આ મામલે સુનાવણી શરૂ કરવાના છે. ગત સુનાવણીમાં તાત્કાલીત ચિફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નજીર મામલાને સાંભળી રહ્યા હતા. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના રિટાયર્ડ થયા પછી સોમવારે થનારી સુનાવણીમાં ત્રણેય નવા જજોની નિયુક્તી કરાઇ છે.

સુપ્રીમ કોર્ટમાં સોમવારે નવા મામલે સુનાવણીનો દિવસ હોય છે. તે દિવસે નવા કેસની ઝડપી સુનાવણી થાય છે, એવામાં આઇટમ નંબર 43ના તરીકે સૂચીબદ્ધ અયોધ્યા કેસ પર પણ લાંબી સુનાવણી થશે નહીં. હવે જોવાનું રહેશે કે કોર્ટ નિયમિત સુનાવણીને લઇને શું કહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news