મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે પોતાની માતા કુંતાને કેમ આપ્યો હતો શ્રાપ? જાણો રોચક કથા

મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે પોતાની માતા કુંતાને કેમ આપ્યો હતો શ્રાપ? જાણો રોચક કથા

નવી દિલ્લીઃ 18 દિવસ ચાલનારા મહાભારતના યુદ્ધમાં રોજ કઈકને કઈક વિશેષ ઘટના થઈ જે લોકો માટે આજે પણ શિક્ષા, સંદેશ અને ઉપદેશ્ય જેવી છે. આ યુદ્ધના અંતમાં યુધિષ્ઠિરે પોતાની માતા કુંતાને શ્રાપ આપ્યો હતો. આવો જણાવીએ આખી વાત. ઈતિહાસના સૌથી મોટા યુદ્ધ મહાભારતની કહાની તો તમે સાંભળી જ હશે. પાંડવ અને કૌરવો વચ્ચે ધર્મ અને અધર્મ અંગે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધનું પરિણામ ઘણું ભયાનક હતું. ભલે આ યુદ્ધમાં પાંડવો જીતી ગયા હતા. પરંતુ યુદ્ધ પછી તેમની દુનિયા બદલાઈ ગઈ હતી. ધર્મરાજ યુધિષ્ઠિર અને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અરજુન સહિત ઘણાં યોદ્ધાઓએ આ યુદ્ધમાં છલ કપટનો સહારો લીધો.
ગંગાના કિનારે રહ્યા પાંડવો-
મહાભારતના યુદ્ધ પછી દરેક મૃત પરિજનો અને સગાવાલાઓની તર્પણ વિધિ કર્યા પછી પાંડવો એક મહિના સુધી ગંગાના કિનારે રહ્યા હતા. યુધિષ્ઠિરને જોવા અને સાત્વના આપવા માટે ઘણા મહાન ઋષિઓ અન સંતો આવતા જતા રહેતા હતા. આ વચ્ચે  નારદ ઋષિ પણ યુધિષ્ઠિર પાસે ગયા હતા. યુધિષ્ઠિરની મનની સ્થિતિ વિશે પુછતા કહ્યું, હે યુધિષ્ઠિર, પોતાની ભુજાઓના બળથી અને ભગવાન કૃષ્ણની કૃપાથી તમે આ યુદ્ધ પર વિજય મેળવ્યો છે. શું પાપી દુર્યોધનને હરાવ્યા બાદ તમે પ્રસન્ન નથી. મન આશા છે કે શોક અને વિલાસ તમની નથી સતાવી રહ્યા.
યુધિષ્ઠિરને સત્યતાની થઈ જાણ-
યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે, વાસ્તવમાં મેં કૃષ્ણની કૃપા, બ્રાહ્મણોને આશીર્વાદ અને ભીમ તથા અરજુનની શક્તિના આધાર પર આ યુદ્ધને જીતી લીધુ છે તો પણ એક ઉંડાણ પૂર્વક દુ:ખ છે જે આજે પણ મારા દીલમાં બેઠેલું છે. મને લાગે છે કે મારા પોતાના લોભના કારણે જ આટલી મોચી સંખ્યામાં સ્વજનોનું વધ થયું છે. પુત્ર અભિમન્યુના મૃત્યુ પર દ્રૌપદીનો વિલાપ દેખીને હું જીતને હાર માનું છું. યુધિષ્ઠિરે કહ્યું, આ દરેક યોદ્ધાના વધ પછી મને જાણવા મળ્યું કે કર્ણ મારો ભાઈ હતો.  તેમનો જન્મ સૂર્યોદય અને મારી માતા કુંતિના મીલનથી થયો હતો. તેમને આખી દુનિયા રાધાનો પુત્ર માનતી હતી પરંતુ હકીકતમાં તે મારી માતાના સૌથી મોટા પુત્ર હતા. મને અજાણ્યામા તેમને મારી દીધા આ વાત મને અંદરથી ખૂબ હેરાન કરી રહી છે. ના તો અરજુન ના તો ભીમ ના બન્ને નાના ભાઈ જાણતા હતા કે કર્ણ અમરા સૌથી મોટા ભાઈ છે.
તો હું દુનિયાની જીતી શક્યો હોત...
કરણ જાણતા હતા કે હું તેમનો નાનો ભાઈ છું. તેમને આ વાતની જાણકારી ભગવાન શ્રી કૃષ્ણ અને મારી માતાએ આપી હતી. દુર્યોધન સાથે તેમના સારા સબંધ હોવાના કારણે તે અમારા પક્ષમાં ન આવી શક્યા. જોકે તેમને આપણો જીવ ન લેવાનું વચન આપ્યું હતું. જો મારી પાસે અર્જુન અને કર્ણ બન્ને હોત તો હું દુનિયાને જીતી શકતો હતો. આટલું કહેતા યુધિષ્ઠિર ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસૂ વહેવા લાગ્યા તેજ સમયે તેમની માતા આગળ આવી અને કહ્યું, યુધિષ્ઠિર આ રીતે શોક ના કરો. મેં પહેલા કર્ણને તારી સાથેનો સંબંધ જણાવવાનો પ્રયત્ન કર્યો હતો. સૂર્ય દેવે પણ તેના સાથે વાત કરી. જો કે તેને દુર્યોધન સાથે સારી મિત્રતા હોવાના કારણે તેને દુર્યોધનનો સાથ ના છોડ્યો.
માં કુંતીને આપ્યો શ્રાપ-
માં કુંતીની સાત્વનાની વાતો સાંભળી યુધિષ્ઠિર પોતાના ક્રોધ અને શોકને શાંત ના કરી શક્યા. ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાની માત કુંતીને કહ્યું, તમે આટલી મોટી વાત છુપાવીને તમે મને મારા મોટા ભાઈનો હત્યારો બનાવી દીધો. યુધિષ્ઠિરે ક્રોધમાં આવી ને પોતાની માતા સાથે સમસ્ત નારી જાતીને શ્રાપ આપતા કહ્યું. કે, હું આજે સમસ્ત નારી જાતીને શ્રાપ આપું છું કે તે ઈચ્છીને પણ કોઈ વાત છુપાવી શકશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news