યુવકના ગળામાં બાંધ્યો બેલ્ટ, શ્વાનની જેમ ફેરવતો Video વાયરલ થયા બાદ મચ્યો હડકંપ

આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવકના ગળામાં ફંદો પડ્યો છે અને કેટલાક લોકો હાથમાં બેલ્ટ લઈને તેને મારવાની ધમકી આપી રહ્યા છે. હવે આ મામલો તૂલ પકડી રહ્યો છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે મને વીડિયો ખુબ ગંભીર પ્રકારનો લાગ્યો. માણસ સાથે આ રીતનો વ્યવહાર નીંદનીય છે.

યુવકના ગળામાં બાંધ્યો બેલ્ટ, શ્વાનની જેમ ફેરવતો Video વાયરલ થયા બાદ મચ્યો હડકંપ

સોશિયલ મીડિયા પર એક શરમજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવકના ગળામાં કેટલાક લોકો ફંદો નાખીને તેની સાથે કૂતરા જેવો વ્યવહાર કરી રહ્યા છે. આ લોકો તેને કોઈ વાત પર માફી માંગવાનું કહેતા જોવા મળી રહ્યા છે. આ લોકોના ચુંગલમાં ફસાયેલો યુવક નિસહાય હોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસ દાખલ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. 

શું છે વીડિયોમાં
આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવકના ગળામાં ફંદો પડ્યો છે અને કેટલાક લોકો હાથમાં બેલ્ટ લઈને તેને મારવાની ધમકી આપી રહ્યા છે. હવે આ મામલો તૂલ પકડી રહ્યો છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે મને વીડિયો ખુબ ગંભીર પ્રકારનો લાગ્યો. માણસ સાથે આ રીતનો વ્યવહાર નીંદનીય છે. તપાસ માટે ભોપાલ પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યા છે. 

પોલીસે તપાસ બાદ મામલો નોંધીને 3 આરોપીઓ ફૈઝાન, સમીર અને સાઝીદને પકડ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે પીડિત વ્યક્તિનું નામ વિજયરામ રામચંદાની છે. આરોપી પીડિત પર સતત ધર્માંતરણ અને માંસ ખાવા માટે દબાણ કરી રહ્યા હતા. તેમણે ધર્માંતરણ ન કરવા અને માંસ ન ખાવા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપી સતત પીડિત પાસે પૈસા માંગી રહ્યા હતા. 

Dara Hua Visesh Samuday threatened to rape his sister and abuse his mother too.@MPPoliceDeptt @CP_Bhopalpic.twitter.com/O3anFZAjv0

— BALA (@erbmjha) June 19, 2023

પોલીસે કેસ દાખલ કર્યો
પોલીસે આઈપીસીએલની કલમ 365, 341, 342, 323, 327, 294, 427 અને 34 હેઠળ મામલો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ પીડિત પક્ષે એક મહિના પહેલા પણ ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે સાંભળ્યું નહીં. સતત ધમકીઓથી પરેશાન થઈને પીડિતે પોતે જ વીડિયો વાયરલ કરી દીધો. 

પીડિતના ભાઈ લોકેશે આરોપ લગાવ્યો કે સતત  ધર્મ પરિવર્તન અને માંસ ખાવા માટે આરોપીઓ ધમકી આપી રહ્યા હતા. વીડિયો બનાવ્યા બાદથી જ સતત વિજય પાસે પૈસ માટે ચોરી કરાવવામાં આવી રહી હતી. તેને નશાનો આદી બનાવવામાં આવી રહ્યો હતો. 

બીજી બાજુ એક આરોપી સાહિલની માતા શાહિનાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે તપાસ થવી જોઈએ. જેની ભૂલ હોય તેમના પર કાર્યવાહી થવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news