Madhya Pradesh Election Result LIVE: મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ, જુઓ લાઈવ
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક, અમદાવાદઃ પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમનું ચૂંટણી પરિણામ આજે જાહેર થવાનાં છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણી પંચ દ્વારા સવાર 8.00 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવી મતગણતરી શરૂ થયાના થોડા સમયમાં જ ટ્રેન્ડ આવવાની શરૂઆત થઈ ગયા છે.એટલે કે કયો પક્ષ આગળ ચાલી રહ્યો છે અને કયો પક્ષ પાછળ ચાલી રહ્યો છે.કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો જોવા મળી રહ્યો નથી. બહુમત માટે 116 બેઠકોની જરૂર છે. હાલ જે પ્રમાણે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેમાં ભાજપ અને કોંગ્રેસ આગળ પાછળ જોવા મળી રહ્યાં છે.
મધ્યપ્રદેશ વિધાનસભાઃ
મધ્યપ્રદેશ વિધાનસભાની મુદ્દત 7 જાન્યુઆરી, 2019ના રોજ સમાપ્ત થવાની છે. મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ 231 બેઠક છે, જેમાં 1 બેઠક નામાંકિત સભ્ય માટેની છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે અને શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લી ત્રણ ટર્મથી મુખ્યમંત્રી પદે છે.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 (230 બેઠકો) | ||
કુલ બેઠકો | 230 | |
પક્ષ | લીડ | જીત |
ભાજપ | 100 | - |
કોંગ્રેસ | 119 | - |
બસપા | 4 | - |
અપક્ષ | 7 | - |
LIVE અપડેટ્સ
- મધ્ય પ્રદેશની તમામ 230 બેઠકોના ટ્રેન્ડ આવી ગયા છે. જેમાં ભાજપ કરતા હાલ કોંગ્રેસ આગળ છે.
- આલોટથી કોંગ્રેસના મનોજ ચાવલા જીત્યા.
- દતિયાથી નરોત્તમ મિશ્રા પાછળ.
- હરસૂદથી ભાજપના કુવરવિજય શાહ જીત્યા.
- બિજાવરથી સમાજવાદી પાર્ટીના રાજેશ શુક્લા જીત્યા.
- ઈન્દોર 4થી ભાજપના માલિની ગોડ જીત્યા.
- સિહોરથી ભાજપના સુદેશરાય જીત્યા.
- સાગરથી ભાજપના શૈલેન્દ્ર જૈન જીત્યા.
- રતલામ ગ્રામીણથી ભાજપના દિલીપકુમાર મકવાણા જીત્યા.
- તમામ બેઠકોના ટ્રેન્ડ આવી ગયા જેમાં ભાજપ અને કોંગ્રેસ સતત આગળ પાછળ જોવા મળી રહ્યાં છે.
- ચિતરંગી સીટથી ભાજપના અમર સિંહે જીત મેળવી
- રતલામ સિટીથી ભાજપના ચૈતન્ય કશ્યપ જીત્યા
- સમાજવાદી પાર્ટી અને બીએસપીએ કોંગ્રેસને સમર્થન આપવાની કરી જાહેરાત
Sanjay Raut, Shiv Sena: I won't say these are victories of Congress but this is an anger of the people. Self-reflection is needed #AssemblyElections2018 pic.twitter.com/YL1gNECx5a
— ANI (@ANI) December 11, 2018
- કોંગ્રેસના સુરેશ પચૌરી ભોજપુર સીટથી પાછળ
- લલિતા યાદવ મલહારા સીટથી પાછળ
- શિવરાજ સિંહની સરકારના એક ડઝનથી વધુ મંત્રી પાછળ
- વિદિશાથી કોંગ્રેસના કૈલાશ ભાર્ગવ આગળ
- ઈન્દોર 3થી ભાજપના આકાશ વિજયવર્ગિય પાછળ
- છતરપુર- બડા મલહેરાથી ભાજપના લલિતા યાદવ આગળ
Kamal Nath, Congress: These are trends, but I am fully confident that we will get full majority #MadhyaPradeshElections pic.twitter.com/IFoQVSf9E6
— ANI (@ANI) December 11, 2018
- મંત્રી જયભાન સિંહ પવૈયા આગળ
- ગ્વાલિયરથી કોંગ્રેસના પ્રદ્યુમન સિંહ આગળ
- નરેલાથી ભાજપના વિશ્વાસ સારંગ આગળ
- ગોવિંદપુરાથી કૃષ્ણા ગૌર આગળ
- રાયસેનમાં એક પોસ્ટલ બેલેટ ગાયબ
- અત્યાર સુધી 40 બેઠકોના ટ્રેન્ડ આવ્યાં જેમાં 22 પર ભાજપ અને 18 પર કોંગ્રેસ આગળ
- બુધનીથી સીએમ શિવરાજ સિંહ ચૌહાણ આગળ
- શિવપુરીથી ભાજપના યશોધરા રાજે સિંધિયા આગળ
Madhya Pradesh Election Commission: Congress leading on 116 seats, BJP on 94 seats, others on 10 seats in Madhya Pradesh. #AssemblyElections2018 https://t.co/jAwXqvXsT7
— ANI (@ANI) December 11, 2018
- રીવાથી રાજન શુકલા પાછળ
- મધ્ય પ્રદેશની 17 બેઠકોના ટ્રેન્ડ આવી ગયા છે. જેમાં 10 પર ભાજપ અને 7 બેઠકો પર કોંગ્રેસ આગળ છે.
- ચિત્રકુટથી ભાજપના લચ્છુરામ આગળ
- 2 બેઠકો પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસ આગળ, પહેલી બેઠકનો જે ટ્રેન્ડ જાહેર થયો તેમાં કોંગ્રેસ આગળ હતી
.- સૌથી પહેલા પોસ્ટલ બેલેટ મતોની ગણતરી શરૂ
- મતગણતરી શરૂ કરી દેવાઈ છે. થોડીવારમાં ટ્રેન્ડ ખબર પડશે
Counting of votes for Rajasthan, MP, Chhattisgarh, Mizoram and Telangana begins #AssemblyElections2018 pic.twitter.com/tw0MrNEYj2
— ANI (@ANI) December 11, 2018
- સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરાશે.
- 230 વિધાનસભાનું કાઉન્ટિંગ 306 મતગણતરી હોલમાં કરાશે.
- મધ્ય પ્રદેશમાં 2899 ઉમેદવારો મેદાનમાં છે.
- મધ્ય પ્રદેશમાં લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ આવવાનું શરૂ થશે ક્યાં કોણ કરે છે લીડ
- કુલ બેઠકઃ 230
- બહુમત માટે જરૂરી બેઠકઃ 116
- ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
- મતદાનઃ 28 નવેમ્બર, 2018
- મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 રાજ્યનું અંતિમ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીના પરિણામ આગામી વર્ષ એટલે કે 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીની દિશા અને દશા નક્કી કરશે.
2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ સીટ
ભાજપ 166
કોંગ્રેસ 57
બસપા 4
અપક્ષ 3
ભાજપના મુખ્ય ચહેરાઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ(બુધની), રમત-ગમત મંત્રી યશોધરા રાજે સિંધિયા(શિવપુરી), ક્રિશ્ના ગૌર(બાબુલાલ ગૌરની પુત્રી) ગોવિંદપુરા(ભોપાલ), ફાતેમા રસુલ સિદ્દીકી(ભોપાલ ઉત્તર),
કોંગ્રેસના મુખ્ય ચહેરાઃ અજય સિંગ(વિરોધ પક્ષના નેતા) ચૂરહટ, જયવર્ધન સિંઘ(દિગ્વિજય સિંહનો પુત્ર)- રાઘવગઢ, લક્ષ્મણ સિંઘ(દિગ્વિજય સિંહના ભાઈ) ચાચૌરા, સરતાજ સિંઘ (હોશંગાબાદ), સંજય સિંઘ મસાણી(મુખ્યમંત્રી શિવરાજ સિંહના ભાઈ)-વારાસેઓની, કમલનાથ.
શું કહે છે એક્ઝિટ પોલ
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Madhya Pradesh Assembly Election 2018) માટે ગત 28 નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. તેના અંગે Zee News ના મહાExitPoll અનુસાર રાજ્યમાં કોઈને પણ પૂર્ણ બહુમત પ્રાપ્ત થશે નહીં. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. Zee મહાExitPoll અનુસાર, મધ્યપ્રદેશમાં BJPને 112, કોંગ્રેસને 109, બીએસપીને એક જ્યારે અપક્ષોને 8 બેઠક પ્રાપ્ત થશે.
ટાઈમ્સ નાવ અને CNXના એક્ઝીટ પોલમાં જણાવાયું છે કે, રાજ્યમાં શિવરાજ સિંહ ઈતિહાસ સર્જીને ફરી એક વખત સરકાર બનાવશે. તેમના એક્ઝીટ પોલમાં ભાજપને 126, કોંગ્રેસને 89, બસપાને 6 જ્યારે અપક્ષોને 9 બેઠક મળવાનું અનુમાન છે.
રિપબ્લિક અને જનકકી બાતે પોતાના એક્ઝીટ પોલમાં ભાજપને વધુ બેઠક મળવાનું અનુમાન કર્યું છે. અહીં ભાજપને 118, કોંગ્રેસને 105 જ્યારે અપક્ષોને 7 બેઠકો પ્રાપ્ત થશે.
ABP-CSDSના એક્ઝીટ પોલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળતો દર્શાવાયો છે. અહીં ભાજપને 94, કોંગ્રેસને 126, જ્યારે અપક્ષોને 10 બેઠક મળશે.
ન્યૂઝ24 અને પેસ મીડિયાના એક્ઝીટ પોલઅનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 115 બેઠક સાથે મોટી પાર્ટી બનશે અને ભાજપને 103 બેઠક મળશે. અપક્ષોને 12 બેઠક મળવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠક છે, જેમાંથી બહુમત માટે 116 બેઠક મળવી જરૂરી છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 75 ટકા કરતાં પણ વધુ મતદાન થયું હતું. અહીં 2013ની વિધાનસભા ચૂંટણીમાં 72.13 ટકા મતદાન નોંધાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે