MP: કોઈ પક્ષને સ્પષ્ટ બહુમત નહીં, રાજ્યપાલ આનંદીબેન પટેલ પર સૌ કોઈની નજર
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સૌથી સસ્પેન્સભર્યા પરિણામ મધ્ય પ્રદેશના રહ્યાં છે
Trending Photos
નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સૌથી સસ્પેન્સભર્યા પરિણામ મધ્ય પ્રદેશના રહ્યાં છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 116 બેઠકોની જરૂર છે. છેલ્લે મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ બહુમતથી બે ડગલા દૂર છે. સવારે જાહેર થયેલા પરિણામ મુજબ આંકડાઓ પર નજર ફેરવીએ તો કોંગ્રેસ 114 બેઠકો જીતી ચૂકી છે જ્યારે ભાજપે 109 બેઠકો પર જીત મેળવી છે. જો છેલ્લે આ જ પરિણામો રહેશે તો મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવામાં હવે અપક્ષો, બસપા અને સપાની ભૂમિકા મહત્વની બની રહેશે તેવું જણાય છે. તેઓ નક્કી કરશે કે મધ્ય પ્રદેશમાં હવે કોની સરકાર બનશે કારણ કે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી નથી. પ્રદેશમાં આ બે પાર્ટીઓ ઉપરાંત સમાજવાદી પાર્ટીને પણ બિજાવરની સીટ મળી છે. જ્યારે 4 પર અપક્ષોએ જીત મેળવી છે. બહુજન સમાજ પાર્ટીએ બેઠકો જીતી છે. હવે રાજ્યમાં રાજ્યપાલ આનંદીબેન પટેલની ભૂમિકા મહત્વની બની રહેશે. કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મુલાકાતનો સમય માંગ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. આ સાથે જ મોડી રાતે તેમણે મળવાનો સમય પણ માંગ્યો છે. રાજ્યપાલને લખેલા પત્રમાં તેમણે પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવવાની શક્યતા અને વિજયી થયેલા અપક્ષોના સમર્થનની વાત કરીને પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે.
Congress party seeks an appointment late tonight with the Governor to stake their claims to form the govt in Madhya Pradesh. The party has sought appointment by sending an email and a fax too. #MadhyaPradeshElections pic.twitter.com/QEBb5qotuA
— ANI (@ANI) December 11, 2018
પત્રમાં કમલનાથે લખ્યું છે કે કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ ઉપરાંત કોંગ્રેસને તમામ અપક્ષોનું પણ સમર્થન મળેલું છે. રાજભવનમાંથી રાજ્યપાલ આનંદીબેન પટેલે જવાબ પણ આપ્યો છે.
જાણો રાજ્યપાલે શું આપ્યો જવાબ
પરિણામો સંપૂર્ણ રીતે જાહેર થયેલા ન હોવાથી રાજ્યપાલે આ બાબતે રાહ જોવા જણાવ્યું હતું. રાજ્યપાલ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ચૂંટણી પંચ તરફથી તસવીર સ્પષ્ટ થયા બાદ જ મળવા માટે સમય આપવામાં આવશે.
Governor House: An appointment will be given only after the situation is made clear by the Election Commission. #MadhyaPradeshElections2018 https://t.co/HSpUhYOcov
— ANI (@ANI) December 11, 2018
કોંગ્રેસ ઉતાવળમાં-ભાજપ
કમલનાથના પત્રને લઈને મધ્ય પ્રદેશ ભાજપના મહામંત્રી વિષ્ણુદત્ત શર્માએ કહ્યું કે કોંગ્રેસ ઉતાવળમાં છે. છેલ્લુ પરિણામ હજુ આવ્યું નથી. તેમણે રાહ જોવી જોઈએ. જ્યારે ફાઈનલ પરિણામ આવશે ત્યારે ભાજપ બહુમત હાંસલ કરનારી પાર્ટી હશે.
અત્રે જણાવવાનું કે આ ચૂંટણીમાં કોંગ્રેસના મતોની ટકાવારી લગભગ 8 ટકા જેટલી વધી છે. તેને આશરે 41 ટકા મતો મળ્યાં છે. જ્યારે ભાજપને પણ 41ટકાથી થોડાક જ ઓછા મતો મળ્યા છે. કોંગ્રેસ છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં સત્તામાંથી બેદખલ હતી. કોંગ્રેસ દ્વારા આ વખતે ઘોષણાપત્રમાં મધ્ય પ્રદેશના તમામ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધી દેવા માફી કરવાની અને તેમની વિભિન્ન ઉપજો પર બોનસ આપવાનું વચન અપાયું હતું. જે ફાયદાકારક રહ્યું. કોંગ્રેસના સારા પ્રદર્શન પાછળ એક કારણ આ પણ રહ્યું.
વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 165 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 58 બેઠકો ગઈ હતી. બસપાએ 4 અને અપક્ષોએ 3 બેઠકો જીતી હતી. આ વખતે રાહુલ ગાંધીએ આપેલા લોભામણા વચનોના કારણે ખેડૂતોએ પોતાના અનાજને વેચવાનું પણ બંધ કરી દીધુ હતું. તેમને ડર હતો કે જો તેઓ પોતાના પાકને સરકારી ઉપાર્જન કેન્દ્રોમાં વેચશે તો તેમની ઉપજને વેચવાના બદલામાં મળેલા રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જતા રહેશે અને બેંક પોતે જ આપોઆપ ખાતામાંથી દેવાના રૂપિયા કાપી લેશે. જ્યારે કોંગ્રેસની સરકાર આવશે તો આ દેવા માફ જ થવાના છે.
કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં તમામ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની સાથે સાથે ખેડૂતોની તેમની ઉપજો ઘઉં, ધાન, જુઆર, બાજરો, મકાઈ, સોયાબીન, સરસો, કપાસ, અડદ, મગ, ચણા, મસૂર, તુવેર, લસણ, ડુંગળી, ટામેટા, અને શેરડી પર બોનસ આપવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ ખેડૂતોએ પોતાના બોનસના લાભ માટે પણ પોતાના ઉત્પાદનોને બજારમાં વેચવાનું બંધ કર્યું હતું. જેથી કરીને કોંગ્રેસને સરકાર આવે તો તેના ઉપર બોનસ મેળવી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે