કઇ રીતે યોજાશે સંસદનું ચોમાસુ સત્ર, ઉપરાષ્ટ્રપતિ અને લોકસક્ષાધ્યક્ષ વચ્ચે બેઠક
Trending Photos
નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે સંસદનું મોનસુન સત્ર કયા પ્રકારે યોજવું તે અંગે અનેક વિચારો કરવામાં આવી રહ્યા છે. રાજ્યસભાનાં સભાપતિ એમ.વેંકૈયા નાયડૂ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ વિષય પર ચર્ચા કરવા માટે મંગળવારે બેઠક યોજી હતી. સુત્રોએ જણાવ્યું કે, બેઠકમાં વાત સામે આવી કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રાજ્યસભા કક્ષમાં 245નાં સ્થળ પર માત્ર 60 સાંસદો સાથે જ બેઠક યોજવામાં આવશે.
બીજી તરફ લોકસભા અને સેન્ટ્રલ હોલમાં પણ તમામ સાંસદોનું બેસનું શક્ય નથી ત્યાં પણ માત્ર 100 સાંસદો જ બેસી શકે છે. બેઠકમાં વિજ્ઞાન ભવનમાં પણ વિચાર કરવામાં આવ્યો. જો કે ત્યાં પણ તમામ સાંસદો બેસી શકે તેમ નથી. જો દર્શકોની ગેલેરીમાં પણ સાંસદોને બેસાડવામાં આવે તો પણ તમામ સાંસદોનો સમાવેશ શક્ય નથી. વિજ્ઞાન ભવનમાં અને સેન્ટ્રલ હોલમાં આખો દિવસ એસી ચલાવવા અને અનુવાદ કરવાની સુવિધા પણ નથી.
બીજા વિકલ્પ તરીકે માત્ર કામ હોય અથવા જરૂરી હોય તેવા સાંસદોને જ કાર્યવાહીમાં હાજર રહેવા માટેના મુદ્દે વિચારણા કરવામાં આવી. આ ઉપરાંત બંન્ને પીઠાસીન અધિકારીઓએ મહાસચિવોને નિર્દેશ આપ્યા કે વર્ચ્યુઅલ પાર્લામેન્ટનાં અલગ અલગ વિકલ્પો શોધવા અંગે પણ તપાસ કરવા જણાવ્યું, જો કે સંસદીય સમિતીની વર્ચ્યુઅલ બેઠક ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી સંસદનાં બંન્ને સદનમાં તે અંગે પ્રસ્તાવ પાસ ન કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે