લોકસભા ચૂંટણી 2019: જાણો કોણ-કોણ છે પાંચમા તબક્કાના દિગ્ગજ ઉમેદવારો

લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કાનું મતદાન સોમવારે 7 રાજ્યની 51 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે અહીંની મહત્વની બેઠકો પર એક નજર દોડાવીએ...
 

લોકસભા ચૂંટણી 2019: જાણો કોણ-કોણ છે પાંચમા તબક્કાના દિગ્ગજ ઉમેદવારો

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આશરે 9 કરોડ મતદાતાઓ મતદાન કરશે. રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની સહિત 674 ઉમેદવારોનાં ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. સત્તાપક્ષ ભાજપ અને તેના સહયોગીઓ માટે આ તબક્કામાં ઘણું દાવ પર લાગેલું છે, કારણે 2014માં ચૂંટણીમાં ભાજપે તેમાંથી 40 સીટો પર વિજય મેળવ્યો હતો. બે સીટ પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.પાંચમાં અને સૌથી નાના તબક્કામાં 8.75 કરોડ મતદાતા 674 ઉમેદવારોનું ભવિષ્ય નિશ્ચિત કરશે. આ તબક્કાની સાથે જ 424 સીટો પર ચૂંટણી ખતમ થઇ જશે અને બાકીની 118 સીટો પર 12 મે અને 19 મે સુધી ચૂંટણી યોજાવાની છે. 

ઉત્તર પ્રદેશઃ 
ધોરાહરા
મુખ્ય ઉમેદવારઃ રેખા વર્મા(ભાજપ), જિતીન પ્રસાદ(કોંગ્રેસ), અર્શદ સિદ્દીકી(બસપા)
2014નું પરિણામઃ ભાજપની રેખા વર્માએ બસપાના દાઉદ અહેમદને 1,25,000 વોટથી હરાવ્યો હતો. 

લખનઉ
મુખ્ય ઉમેદવારઃ રાજનાથ સિંહ(ભાજપ), આચાર્ય પ્રમોદ કૃષ્ણા(કોંગ્રેસ), પૂનમ સિન્હા(સમાજવાદી પાર્ટી)
2014નું પરિણામઃ રાજનાથ સિંહા કોંગ્રેસના રીતા બહુગુણા જોશીને 2,72,000 વોટથી હરાવ્યા હતા. 

રાયબરેલી 
મુખ્ય ઉમેદવારઃ સોનિયા ગાંધી(કોંગ્રેસ), દિનેશ પ્રતાપ સિંઘ(ભાજપ)
2014નું પરિણામઃ સોનિયા ગાંધીએ આ બેટખ પર ભાજપના અજય અગ્રવાલને 3,52,000 વોટથી હરાવીને વિજય મેળવ્યો હતો. 

અમેઠી
મુખ્ય ઉમેદવારઃ રાહુલ ગાંધી(કોંગ્રેસ), સ્મૃતિ ઈરાની(ભાજપ)
2014નું પરિણામઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને 1 લાખ વોટથી હરાવી હતી. 

બહરાઈચ(અનામત)
મુખ્ય ઉમેદવારઃ સાવિત્રી બાઈ ફુલે(કોંગ્રેસ), અક્ષયવર લાલ ગૌર(ભાજપ), શબ્બીર અહેમદ બાલ્મિકી(સમાજવાદી પાર્ટી)
2014નું પરિણામઃ સાવિદ્રી બાઈ ફુલે(જેઓ એ વખતે ભાજપમાં હતા) તેમણે સમાજવાદી પાર્ટીના શબ્બીર અહેમદ બાલ્મિકીને 95,000 વોટથી હરાવ્યા હતા. 

રાજસ્થાન
જયપુર ગ્રામીણ
મુખ્ય ઉમેદવારઃ કૃષ્ણા પુનિયા(કોંગ્રેસ), રાજ્યવર્ધન રાઠોર(ભાજપ), વિરેન્દર સિંઘ બિધુરી (BSP)
2014નું પરિણામઃ ભાજપના રાજ્યવર્ધન સિંઘ રાઠોરે કોંગ્રેસના સી.પી. જોશીને 3,32,896 વોટથી હરાવ્યા હતા. 

અલવર
મુખ્ય ઉમેદવારઃ ભંવર જિતેન્દ્ર સિંઘ(કોંગ્રેસ), બાલક નાથ(ભાજપ), ઈમરાન ખાન(BSP)
2014નું પરિણામઃ ભાજપના ચાંદનાથે કોંગ્રેસના જિતેન્દ્ર સિંઘને 2,83,895 વોટથી હરાવ્યા હતા. 

બિહાર
સારણ
મુખ્ય ઉમેદવારઃ રાજીવ પ્રતાપ રૂડી(ભાજપ), ચંદ્રીકા રાય(RJD)
2014નું પરિણામઃ ભાજપના રાજીવ પ્રતાપ રૂડીએ RJDના રાબડી દેવીને 40,948 વોટથી હરાવ્યા હતા. 

હાજીપુર 
મુખ્ય ઉમેદવારઃ પશુપતિ પારસ(LJP), શિવ ચંદ્ર રામ(RJD)
2014નું પરિણામઃ LJPના રામવિલાસ પાસવાને કોંગ્રેસના સંજીવ પ્રસાદ ટોનીને 2,25,500 વોટથી હરાવ્યા હતા.

પશ્ચિમ બંગાળ
બરાકપોર
મુખ્ય ઉમેદવારઃ દિનેશ ત્રિવેદી(TMC), અર્જુન સિંઘ(ભાજપ), ગાર્ગી ચેટરજી (CPI-M), મોહમ્મદ આલમ(કોંગ્રેસ)
2014નું પરિણામઃ દિનેશ ત્રિવેદીએ સીપીઆઈ-એમના સુભાશિની અલીને 2,06,773 વોટથી હરાવ્યા હતા. 

ઝારખંડ
ખૂંટી (ST અનામત)
મુખ્ય ઉમેદવારઃ અર્જુન મુંડા(ભાજપ), કાલીચરણ એન. મુંડા(કોંગ્રેસ)
2014નું પરિણામઃ ભાજપના કારિયા મુંડાએ ઝારખંડ પાર્ટીના એનોસ એક્કાને 92,248 વોટથી હરાવ્યા હતા. 

હઝારીબાગ
મુખ્ય ઉમેદવારઃ જયંત સિંહ(ભાજપ), ગોપાલ સાહુ(કોંગ્રેસ)
2014નું પરિણામઃ ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહના પુત્ર જયંત સિંહે કોંગ્રેસના સૌરભ નારાયણ સિંઘને 1,59,128 વોટથી હરાવ્યા હતા. 

જમ્મુ-કાશ્મીર
લદાખ
મુખ્ય ઉમેદવારઃ રિગઝીન સ્પાલબાર(કોંગ્રેસ), જમયાંગ ટેસેરિંગ નામગયાલ(ભાજપ), અસગર અલી કરબલ અલી અને સજ્જાદ હુસેન(અપક્ષ)
2014નું પરિણામઃ ભાજપના થુસપુન ચેવાંગે કોંગ્રેસના ગુલામ રઝાને 36 વોટથી હરાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news