સુસ્મિતા સેનના ઘરે વાગશે શરણાઈના સૂર અને ગાજશે લગ્નની ધમાલ

એક તરફ સુસ્મિતા સેન અને તેના બોયફ્રેન્ડ રોહમન શોલની રિલેશનશીપ ચર્ચામાં છે ત્યારે તેના અંગત જીવનના મોટા સમાચાર જાહેર થયા છે. ટૂંક સમયમાં સુસ્મિતાના ઘરે લગ્નની ધમાલ થવાની છે અને શરણાઈના સૂર રેલાવાના છે. 

સુસ્મિતા સેનના ઘરે વાગશે શરણાઈના સૂર અને ગાજશે લગ્નની ધમાલ

મુંબઈ : એક તરફ સુસ્મિતા સેન અને તેના બોયફ્રેન્ડ રોહમન શોલની રિલેશનશીપ ચર્ચામાં છે ત્યારે તેના અંગત જીવનના મોટા સમાચાર જાહેર થયા છે. ટૂંક સમયમાં સુસ્મિતાના ઘરે લગ્નની ધમાલ થવાની છે અને શરણાઈના સૂર રેલાવાના છે. હકીકતમાં સુસ્મિતાનો ભાઈ રાજીવ સેન જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે. આ વાતની જાણકારી સુસ્મિતાએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. રાજીવ છેલ્લા ઘણા સમયથી ટીવી એક્ટ્રેસ ચારુ અસોપાને ડેટ કરી રહ્યો છે. ત્યારે હવે તેઓ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. સુસ્મિતાએ ભાઈ રાજીવ અને ચારુની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેની સાથે તેમણે લખ્યું કે- “તેઓએ હા કહી દીધું છે. રાજ ભૈયા તમે દુનિયાના સૌથી ખુશ કિસ્મત વ્યક્તિ છો. અમારા જીવનમાં ચારુને લાવવા માટે થેન્ક્સ, હું લગ્નની રાહ નથી જોઈ શકતી. હું બન્ને તરફથી ડાન્સ કરીશ.”

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુસ્મિતાનો ભાઈ રાજીવ સેન વ્યવસાયે મોડલ છે. ચારુ અને રાજીવે આ વર્ષની શરૂઆતમાંજ પોતાના સંબધ અંગે જાહેરમાં ખુલાસો કર્યો હતો. ચારુ આ પહેલા નીરજ માલવીયને ડેટ કરી રહી હતી. જોકે, નીરજ સાથે બ્રેકઅપ પછી ચારુ પોતાની જિંદગીમાં આગળ વધી હતી. થોડા જ મહિના પહેલા સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેનને ડેટ કરવાનું શરુ કર્યું. 

42 વર્ષની સુસ્મિતાનું નામ અનેક સેલિબ્રિટીઝ અને બિઝનેસમેન સાથે જોડાયું છે પણ તેણે કોઈ સાથે લગ્ન નથી કર્યા. સુસ્મિતાનું નામ એક્ટર રણદીપ હુડ્ડા અને વિક્રમ ભટ્ટ સહિત અને લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. 19 વર્ષની વયે મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી સુસ્મિતાની બોલિવૂડ કરિયર ખાસ નહોતી. સુસ્મિતા છેલ્લીવાર 2010માં આવેલી ફિલ્મ 'દુલ્હા મિલ ગયા' અને 'નો પ્રોબ્લેમ'માં જોવા મળી હતી. સુસ્મિતા હાલમાં પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. રોહમન શોલ અને સુસ્મિતા સેન ડેટિંગ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news