પી. ચિદમ્બરમ સામે સીબીઆઈએ ફટકારી લુકઆઉટ નોટિસ

INX મીડિયા કેસમાં સીબીઆઇની ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમની સામે સીબીઆઇએ લુકઆઉટ નોટીસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ હાલ ચિદમ્બરમને કોઇ રાહત મળી નથી

પી. ચિદમ્બરમ સામે સીબીઆઈએ ફટકારી લુકઆઉટ નોટિસ

નવી દિલ્હી: INX મીડિયા કેસમાં સીબીઆઇની ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમની સામે સીબીઆઇએ લુકઆઉટ નોટીસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ હાલ ચિદમ્બરમને કોઇ રાહત મળી નથી. ધરપકડથી બચવા માટે અગોતરા જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટે હાલમાં ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના જજ એનવી રમન્નાએ કહ્યું કે, સીજેઆઇ નક્કી કરશે કે આ મામલે સુનાવણી ક્યારે કરવી. તેમણે અરજીને સીજેઆઇ પાસે મોકલી આપી છે. હવે ચિફ જસ્ટિસ આ નિર્ણય કરશે કે ચિદમ્બરમની અગોતરા જામીન અરજી પર જલ્દી સુનાવણી કરવી કે નહીં.

પી ચિદમ્બરમ તરફથી કપિલ સિબ્બલ, સલમાન ખુર્શીદ, વિવેક તનખા કોર્ટ રૂમમાં પહોંચ્યા. ચિફ જસ્ટિસની કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી થઇ રહી છે. એટલા માટે ચિદમ્બરમના વકિલ કપિલ સિબ્બલે કોર્ટ નંબર ત્રણમાં જસ્ટિસ રમન્નાની ત્રણ જજોની બેન્ચ સામે કેસને રજૂ કરતા આગ્રહ કર્યો કે તેમની અપીલ જલ્દી સાંભળવામાં આવે. તુષાર મહેતાએ તેનો વિરોધ કરતા કહ્યું કે આ મામલો ગંભીર છે.

કપિલ સિબ્બલે કહ્યું કે અમને ધરપકડનો ભય છે. અમારી અરજી સાંભળવામાં આવે. જસ્ટિસ રમન્નાએ કહ્યું- ચિફ જસ્ટિસ નક્કી કરશે ક્યારે અને કોણ સુનાવણી કરશે? સિબ્બલે કહ્યું કે, હાઇકોર્ટે અપીલનો પણ સમય આપ્યો નથી. ધરપકડથી હાલ રાહત મળે. ચિદમ્બરમે કહ્યું કે, તેઓ રાજ્યસભાના સભ્ય છે. તેમના ભાગવાની કોઇ આશંકા નથી. તેમની કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવાની કોઇ જરૂરિયાત નથી. ચિફ જસ્ટિસની બેન્ચ અત્યારે અયોધ્યા મામલે સુનાવણી કરી રહી છે. હાલ ચિદમ્બરમને રાહત મળવાની આશા ઓછી છે.

તમને જણાવી દઇએ કે, દિલ્હી હાઇકોર્ટે મંગળવારે અગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ વચ્ચે ગત રાત્રીએ સીબીઆઇ અને ઈડીના અધિકારીઓની ટીમ ચિદમ્બરના ઘરે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાં મળ્યા ન હતા. સીબીઆઇએ રાત્રે 11 વાગ્યે તેમના ઘર પર નોટિસ ચોંટાડી અને બે કલાકમાં હાજર થવા આદેશ કર્યો. બુધવાર સવારેથી અત્યાર સુધી બે વાર સીબીઆઇની ટીમ ચિદમ્બરમના ઘરે ગઇ છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news