2024 કોના હાથમાં આવશે સત્તાનો લાડવો? જાણો કઈ પાર્ટી જીતનો માંડવી બાંધીને કરશે 'પાર્ટી'

મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભાની મુદત 2023 ના ઉત્તરાર્ધમાં સમાપ્ત થઈ રહી છે, આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી 2024 માં વિવિધ તારીખો પર વિધાનસભા ચૂંટણીઓની શ્રેણી યોજવામાં આવશે.

2024 કોના હાથમાં આવશે સત્તાનો લાડવો? જાણો કઈ પાર્ટી જીતનો માંડવી બાંધીને કરશે 'પાર્ટી'

નવી દિલ્હીઃ હાલ એક બાદ એક વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પુરી થઈ રહી છે. કર્ણાટકમાં પણ પરિણામો આવી ચુક્યા છે અને કોંગ્રેસને ભવ્ય જીત હાંસલ થઈ છે. આ જીત આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો પર પણ અસર પાડશે. ત્યારે આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ થાય છેકે, વર્ષ 2014 યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં કોના હાથમાં આવશે સત્તાનો લાડવો? અને કઈ પાર્ટી મનાવશે જીતની 'પાર્ટી'?

એક તરફ વિકાસની રાજનીતિની વાત કરતી મોદી સરકારનું વાવાઝોડું છે તો બીજી તરફ ધીમા પણ મક્કમ પગલે રાહુલ ગાંધી સાથે તાલ મિલાવીને ચાલી રહેલી અને બેઠી થઈ રહેલી કોંગ્રેસ છે. આ બે મોટા રાજકીય પક્ષો ઉપરાંત આમ આદમી પાર્ટી જેવા અનેક નાના મોટા પક્ષો પણ હવે 2024 પર નિશાન તાકીને બેઠાં છે. ત્યારે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં શું પુનરાવર્તન થશે કે પછી પ્રજા પરિવર્તન લાવશે તે જોવાનું રહેશે....

લોકસભાની ચૂંટણીમાં કોના હાથમાં આવશે સત્તાની ચાલી તેની પુષ્ટભૂમિ અત્યારથી તૈયાર થઈ રહી છે. રાજકીય સમીકરણ નક્કી કરશે આ વર્ષે યોજાનારી અનેક રાજ્યોની ચૂંટણી! કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી ભલે પૂરી થઈ ગઈ હોય, પરંતુ આ વર્ષે અન્ય રાજ્યોની ચૂંટણી પછી 2024ની લોકસભાની ચૂંટણીની ચર્ચા છે. લોકસભા ચૂંટણીની સાથે ઓછામાં ઓછી 3 વિધાનસભાની ચૂંટણીઓ થઈ શકે છે. બીજી તરફ લોકસભાની લડાઈ પહેલા દેશના 4 મહત્વના રાજ્યોમાં યોજાનારી ચૂંટણીના કારણે રાજકીય તાપમાનમાં વધારો થતાં ભવિષ્યનું ચિત્ર પણ સ્પષ્ટ થશે.

ઉલ્લેખનીય છેકે, આગામી વર્ષો યોજાનારી લોકસભાની ચૂંટણીઓની સાથો સાથ ત્રણ વિધાનસભાની ચૂંટણીઓ થવાની સંભાવના છે. આ ઉપરાંત આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી પણ યોજાનાર છે. નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયના પૂર્વોત્તર રાજ્યો 2023 માં વિધાનસભાની ચૂંટણી યોજનારા પ્રથમ રાજ્યો હતા.

મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભાની મુદત 2023 ના ઉત્તરાર્ધમાં સમાપ્ત થઈ રહી છે, આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી 2024 માં વિવિધ તારીખો પર વિધાનસભા ચૂંટણીઓની શ્રેણી યોજવામાં આવશે. જ્યારે 40 સભ્યોની મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બરે સમાપ્ત થાય છે, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ વિધાનસભાની મુદત અનુક્રમે 3 જાન્યુઆરી અને 6 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થાય છે.

રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાની મુદત અનુક્રમે 14 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થાય છે. આ તબક્કે આ પાંચ રાજ્યોમાં એક સાથે ચૂંટણી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. નિર્ધારિત ચૂંટણીઓ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાની મુદત અનુક્રમે 14 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થાય છે. આ તબક્કે આ પાંચ રાજ્યોમાં એક સાથે ચૂંટણી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. નિર્ધારિત ચૂંટણીઓ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સૂત્રોએ અગાઉ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં શિયાળાની સ્થિતિ ઓછી થયા બાદ 2023ના ઉનાળામાં ચૂંટણી યોજવામાં આવી શકે છે અને સમય સુરક્ષાના માહોલ પર નિર્ભર રહેશે. 1 જુલાઈથી 31 ઓગસ્ટ સુધીની 62 દિવસની અમરનાથ યાત્રાના સમાપન પછી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી માટે આ વર્ષે ઓક્ટોબરમાં સંભવિત વિન્ડો ઉપલબ્ધ થઈ શકે છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશાની વિધાનસભાની મુદત આવતા વર્ષે જુનમાં અલગ-અલગ તારીખે સમાપ્ત થઈ રહી છે. લોકસભાની ચૂંટણી સામાન્ય રીતે એપ્રિલ-મેમાં યોજાતી હોવાથી ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ સંસદીય પ્રક્રિયા સાથે એકસાથે યોજાય તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news