સંવિધાનને બચાવવા માટે અમે લડી રહ્યા છીએ: સોનિયા ગાંધી

જન સરોકાર સમ્મેલનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે વિચારી પણ નહોતા શકતા કે આપણે આવી સ્થિતીમાં ભેગા થવું પડશે

સંવિધાનને બચાવવા માટે અમે લડી રહ્યા છીએ: સોનિયા ગાંધી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) દરમિયાન શનિવારે વિપક્ષી પાર્ટીઓનાં નેતા દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં એકત્ર થઇ રહ્યા છે. અહીં પોતાના સંબોધનમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે વિચારી પણ નહોતા શકતા આપણે આવી સ્થિતીમાં એકત્ર થવું પડશે. આજે અમે દેશભક્તિની નવી પરિભાષા શિખવવામાં આવી રહી છે. જાતી-ધર્મના આધાર પર લોકોની વચ્ચે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. અમારી પાસેથી ઉમેદવાર કરવામાં આવી રહી છે કે ભોજપ, પહેરવેશ અને અભિવ્યક્તિની આઝાદી મુદ્દે કેટલાક લોકોની મનમાનીને સહન કરીએ.

યુપીએ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે હાલની સરકાર નાગરિકો પાસેથી  સારા જીવનની સંભાવનાઓ છીનવી રહ્યા છે. અમે સંપુર્ણ હિમ્મત સાથે તેનો વિરોધ કરવો પડશે. ભારતને એવી સરકારની જરૂર છે. દેશનાં તમામ નાગરિકો પ્રત્યે જવાબદાર હોય. સંવિધાનમાં  જે માળખાગત સ્વતંત્રતા લખવામાં આવી છે તેને ફરીથી સ્થાપિત કરવું પડશે.  અમે તે સંવૈધાનિક મુદ્દાઓને ફરીથી કાયમ કરવી પડશે. 

સોનિયા ગાંધીએ કહ્યું કે, મને તેનાથી કોઇ જ સંદેહ નથી કે કોંગ્રેસની તરફથી જે વાયદાઓ કરવામાં આવી રહ્યા છે, તેને પુર્ણ કરવામાં આવશે અને તેના પર તેમની નજર પણ રહેશે. અમે અગાઉ પણ કરીને દેખાડ્યું છે અને આગળ પણ કરી દેખાડીશું. આજનાં આ મહત્વપુર્ણ પ્રસંગે જવાહરલાલ નેહરૂની વાત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યનાં નિર્માણ માટે થાક્યા વગર કામ ચાલુ રાખવું પડશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની નીતિઓ અને તેની કાર્યપ્રણાલી પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા માટે શનિવારે વિપક્ષી પાર્ટીઓએ દેશનાં 200 એનજીઓ સંગઠનો સાથે મળીને મહામંથન કર્યું હતું. ત્યાર બાદ જ આના પર નિર્ણય લેવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news