1100 કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમેદવારનો મળ્યા માત્ર 1100 મત, જાણો તેમના વિશે...

આ મહાપર્વના ઉત્સવમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા બિહારની પાલટિપુત્ર સીટથી અપક્ષ ઉમેદવાર રમેશ કુમાર શર્મા રહ્યાં હતા. કારણ કે રમેશ શર્માએ 1107 કરોડ રૂપિયાની સંપત્તિની જાહેરાત કરી હતી. 
 

1100 કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમેદવારનો મળ્યા માત્ર 1100 મત, જાણો તેમના વિશે...

નવી દિલ્હીઃ લોકતંત્રના સૌથી મોટા તહેવાર એટલે કે લોકસભા ચૂંટણી 2019ના પરિણામ અને ટ્રેન્ડ આવી ગયા છે. આ ચૂંટણીમાં એકવાર ફરી ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી બનીને ઉભરી છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 2014ની લોકસભા ચૂંટણીનો પોતાનો રેકોર્ડ તોડી દીધો છે. ચૂંટણી પરિણામ ગમે તે હોય પરંતુ લોકતંત્રના ઉત્સવના ઘણા રંગ ચર્ચામાં બનેલા છે. પરિણામના દિવસે કોઈની નજર પ્રચાર દરમિયાન સૌથી વધુ બોલનારા અભિનેતાઓ પર લાગી રહી, તો કોઈની નજર રાજનેતાઓના જવાબ પર ટકેલી હતી. 

સૌથી ધનવાન ઉમેદવાર
આ મહાપર્વના ઉત્સવમાં સૌથી વધુ ચર્ચા બિહારના પાલટિપુત્રથી અપક્ષ ઉમેદવાર રમેશ કુમાર શર્મા. એવું તે માટે કે કારણ કે રમેશ શર્મા 1107 કરોજ રૂપિયાની સંપત્તિના માલિક છે અને આ ચૂંટણીમાં તેને માત્ર 1107 મત મળ્યા છે. 

મીસા ભારતીને આપી રહ્યાં હતા ટક્કર
લોકસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવારોની યાદીમાં સામેલ રમેશ શર્મા પાલટિપુત્ર લોકસભાથી ભાજપના રામ કૃપાલ યાદવ અને આરજેડીની મીસા ભારતીને ટક્કર આપી રહ્યાં છે. સમાચાર મળ્યા ત્યાં સુધી મીસા ભારતી આગળ ચાલી રહી છે. 

11,07,58,33,190 રૂપિયાની છે સંપત્તિ
બિહારથી અપક્ષ ઉમેદવાર રમેશ કુમાર લોકસભા ચૂંટણી 2019માં શર્મા સાતમાં અને અંતિમ તબક્કામાં સૌથી ધનવાન ઉમેદવાર હતા. શર્માએ 1107 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. તેમની કુલ સંપત્તિ 11,07,58,33,190 રૂપિયાની છે. 

ચાર્ટર્ડ એન્જિયનિયરિંગ ડિગ્રી ધરાવતા શર્માની પાસે નવ વાહન છે. તેમાં મોટી મોટી કંપનીની કારો સામેલ છે. આ જાણકારી તેમણે પોતાના એફિડેવિટમાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news