કોંગ્રેસ મુસ્લિમ લીગ નામના વાઈરસથી અસરગ્રસ્ત, જો જીતી તો દેશમાં ફેલાશે વાઈરસ: CM યોગી

લોકસભા ચૂંટણી 2019ને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 

કોંગ્રેસ મુસ્લિમ લીગ નામના વાઈરસથી અસરગ્રસ્ત, જો જીતી તો દેશમાં ફેલાશે વાઈરસ: CM યોગી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. શુક્રવારે સીએમ યોગીએ ટ્વિટ કરીને કોંગ્રેસને મુસ્લિમ લીગના વાઈરસનો ચેપ લાગી ગયો હોવાની વાત કરી છે. તેમણે લખ્યું કે મુસ્લિમ લીગ એક વાઈરસ છે. એક એવો વાઈરસ જેના સકંજામાં કોઈ આવી ગયું તો બચી શકે નહીં અને આજે તો મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને જ તેનો ચેપ લાગી ગયો છે. વિચારો જો તે જીતી ગઈ તો શું થશે? આ વાઈરસ આખા દેશમાં ફેલાઈ જશે. 

જુઓ LIVE TV

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે '1857ના સ્વતંત્રતા સંગ્રામમાં મંગલ પાંડેની સાથે આખો દેશ અંગ્રેજો વિરુદ્ધ ભેગો થઈને લડ્યો હતો. આમ છતાં આ મુસ્લિમ લીગનો વાઈરસ આવ્યો અને એવો ફેલાયો કે આખા દેશના જ ભાગલા પડી ગયાં. આજે ફરીથી એ જોખમ તોળાઈ રહ્યું છે. લીલા ઝંડા ફરીથી લહેરાઈ રહ્યાં છે. કોંગ્રેસ મુસ્લિમ લીગના વાઈરસથી પીડાઈ રહી છે. સાવધાન રહો.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news