જ્યારે વિદ્યાર્થીનીએ રાહુલને પુછ્યું કે, શું તમારા સિક્સ પેક એબ્સ છે? આ જવાબ મળ્યો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે પુણેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા. આજે મલિશ્કા અને અભિનેતા સુબોધ ભાવે દ્વારા આયોજીત સંવાદમાં રાહુલે રાજનીતિથી માંડીને પોતાના અંગત જીવન અંગે તથા બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેના સંબંધો અંગે અનેક સવાલોનાં જવાબ આપ્યા હતા. પુણેમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને વિચાર્યા વગર નિવેદનો આપવાનું પસંદ નથી.
Trending Photos
પુણે: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે પુણેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા. આજે મલિશ્કા અને અભિનેતા સુબોધ ભાવે દ્વારા આયોજીત સંવાદમાં રાહુલે રાજનીતિથી માંડીને પોતાના અંગત જીવન અંગે તથા બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેના સંબંધો અંગે અનેક સવાલોનાં જવાબ આપ્યા હતા. પુણેમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને વિચાર્યા વગર નિવેદનો આપવાનું પસંદ નથી.
એક વિદ્યાર્થીનીએ પુછ્યું કે, શું તમે ફિટનેસ ક્રિક છો ? તમારી પાસે સિક્સ પેક એબ્સ છે ? આ અંગે રાહુલે કહ્યું કે, હા હું ફિટનિસ ક્રિક છું પરંતુ હવે મારા સિક્સ પેક એબ્સ નથી. હાં પહેલા હતા, ગાંધીએ સંવાદ દરમિયાન પોતાની ન્યાય યોજના અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે, જો તેમની કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી તો ગરીબ પરિવારોને લઘુત્તમ આવક તરીકે વાર્ષીક 72 હજાર રુપિયા ચુકવશે અને જેમાં આશરે 25 કરોડ લોકોને ફાયદો થશે. આ પગલાને તેમણે ગરીબી પર સર્જીકલ સ્ટ્રાઇક ગણાવી છે.
મધ્યમ વર્ગ પર નહી પડે ન્યાયનો બોઝ
તેમણે કહ્યું કે, તમામ પક્ષકારો સાથે વિચાર વિમર્શ બાદ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવ્યો છે. ન્યાય યોજનાને લાગુ કરવા માટે મધ્યમવર્ગ પર આવકવેરો નહી લગાવવામાં આવે અને આવકવેરા વિભાગને નહી વધારવામાં આવે. જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો આ યોજનામાં દર વર્ષે ગરીબ લોકોના બેંક ખાતામાં 72 હજાર રૂપિયા જમા કરાવાશે. લઘુત્તમ આવકની ગેરેન્ટી યોજનાથી રાજકોષમાં 3.26 લાખ કરોડ રૂપિયાનાં ખર્ચ વધવાનું અનુમાન છે. આ યોજનાની આલોચના કરી રહેલ ભાજપે પુછ્યું કે તેના માટે પૈસા કઇ રીતે આવશે.
બાલકોટ એરસ્ટ્રાઇક અંગે આપ્યો આ જવાબ
પુછવામાં આવતા કે બાલકોટ એરસ્ટ્રાઇક માટે શ્રેય કોને લેવો જોઇએ. આ અંગે તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેનાને શ્રેય લેવો જોઇએ. આ મહત્વપુર્ણ છે કે લોકો જાણે છે કે તેઓ ભારત સાથે રમત કરી શકે નહી. કોંગ્રેસે કહ્યું કે, તેઓ હવાઇ હુમલાનું રાજનીતિકરણ થાય તેની વિરુદ્ધ છે. હું અસહજ અનુભવું છું કે વડાપ્રધાને તે કર્યું, પરંતુ આ તેમની મરજી છે. હું ઇચ્છું છું કે તમે મને અસહજ અનુભવ કરાવે જેથી હું પરત જાઉ અને સવાલોનાં જવાબ શોધવાનું શરૂ કરું.
મે મારા કામ સાથે લગ્ન કરી લીધા છે.
લોકમાન્ય તિલક અને બાલ ગંધર્વ અંગે બાયોપિકમાં કામ કરી ચુકેલા ભાવેએ કહ્યું કે, તેમના પર (ગાંધી પર) બાયોપિકમાં કામ કરવા માંગે છે અને જ્યારે પુછ્યું કે તેમાં હીરોઇન કોને હોવું જોઇએ, આ અંગે ગાંધીએ કહ્યું કે, દુર્ભાગ્યથી, મે મારા કામ સાથે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, જે આભાસી વાસ્તવિકતામાં જીવવા માંગે છે તેઓ કરી શકે છે. પરંતુ કોઇ પણ સત્યથી ભાગી શકે નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે