CM મમતાના સવાલ પર ECનો જવાબ- અમારે વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી
આઇપીએસ ઓફિસરોના ટ્રાન્સફર પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી વાંધો ઉઠાવવા પર ચૂંટણી કમિશને તેમને જવાબ આપ્યો છે. ચૂંટણી કમિશને જવાબી પત્રમાં કહ્યું કે, નિષ્પક્ષ મતદાન માટે આ કરવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: આઇપીએસ ઓફિસરોના ટ્રાન્સફર પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી વાંધો ઉઠાવવા પર ચૂંટણી કમિશને તેમને જવાબ આપ્યો છે. ચૂંટણી કમિશને જવાબી પત્રમાં કહ્યું કે, નિષ્પક્ષ મતદાન માટે આ કરવામાં આવે છે. ચૂંટણી કમિશને મમતાને આ પત્ર ત્યારે લખ્યો જ્યારે મમતાએ કમિશન પર ભાજપના ઇશારે નિર્ણય લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચૂંટણી કમિશને લખ્યું કે, તેઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટે હમેશાં આવા નિર્ણય લેતા રહ્યા છે અને આ સંબંધમાં તેમણે તેમની વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી.
મમતાએ પત્રમાં શું લખ્યું હતું?
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી કમિશનને શનિવારે પત્ર લખ્યી કોલકાતા અને બિધાનનગર પોલીસ અધિકારીઓ સહિત 4 આઇપીએસ અધિકારીઓને સ્થાનાંતરણની સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે પત્રમાં કહ્યું કે, ચૂંટણી કમિશનનો નિર્ણય દૂર્ભાગ્યપૂર્ણ, અતયંત મનમાન, પ્રેરિત અને પક્ષપાતપૂર્ણ છે. તથા ભાજપના ઇશારા પર કરવામાં આવ્યો છે. પત્રમાં કહ્યું કે, રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવા પર શું ચૂંટણી કમિશન તેની જવાબદારી લશે?
તેમણે ચૂંટણી કમિશનથી તપાસ પણ શરૂ કરવાનું કહ્યું જેથી તે જાણી શકાય કે કેવી રીતે અને કોના આદેશ પર વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સ્થાનાંતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા હતો.
મમતાનો આરોપ BJPના ઇશારે થઇ કાર્યવાહી
બેનર્જીએ તેમના પત્રમાં કહ્યું, ‘હું ભારપૂર્વક વિશ્વાસ કરું છું કે ચૂંટણી કમિશનની ભારતમાં લોકશાહી બચાવવા માટે એક નિષ્પક્ષ ભૂમિકા છે. પરંતુ આ અત્યંત દૂર્ભાગ્યપૂર્ણ ચે કે મને આજે આ પત્ર લખી ચૂંટણી કમિશન તરફથી જાહેર 5 એપ્રિલ 2019ના સ્થાનાંતરણ આદેશની સામે વિરોધ જાહેર કરવો પડી રહ્યો છે. જેના દ્વારા 4 વરિષ્ઠ અધિકારીઓને તેમના વર્તમાન પદથી હટાવવામાં આવ્યા છે.
પત્રમાં કહ્યું કે, કમિશનનો આ નિર્ણય ખુબ જ મનમરઝી, પ્રેરિત તેમજ પક્ષપાતપૂર્ણ છે. અમારી પાસે આ માનવાના બધા જ કારણ છે કે, કમિશનનો આ નિર્ણય કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી, ભાજપના ઇશારા પર લેવામાં આવ્યો છે.
બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના એક ઉમેદવાર દ્વારા ટીવી કાર્યક્રમ દરમિયા પશ્ચિમ બંગાળમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હોવાને લઇને આપેલા નિવેદન બાદ કમિશને આ બદલી કરી છે.
ચૂટણી કમિશન 7 અધિકારીઓને ક્યા હતા ટ્રાન્સફર
ચૂંટણી કમિશને શુક્રવારની રાત્રે રાજ્યમાં પોલીસ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરતા કોલકાતા પોલીસ અધિકારી અનૂજ શર્મા અને બિધાનનગર પોલીસ અધિકારી ગ્યાનવંત સિંહને હટાવી દીધા હતા.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પોલીસના અધિક ડિરેક્ટર (એડીજી) ડૉ. રાકેશ કુમારને કોલકાતાના નવા પોલીસ અધિકારી બનાવવામાં આવ્યા જ્યારે એડીજી તેમજ આઇજીપી (સંચાલન) નટરાજન રમેશ બાબૂને બિધાનનગર પોલીસ અધિકારી બનાવવામાં આવ્યા છે. કમિશને તેમજ એ રવિન્દ્રનાથને બીરભૂમ જ્યારે શ્રીહરિ પાંડેને ડાયમંડ હાર્બરના પોલિધ અધિકારી બનાવવામાં આવ્યા છે.
ઇનપુટ: ભાષા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે