સિદ્ધૂની ફરી વિવાદિત બોલી, કહ્યું- ‘છક્કો’ મારી ભાજપને સત્તામાંથી બહાર કરો

ક્રિકેટરથી નેતા બનેલા પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ શુક્રવારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે માત્ર કેટલાક પસંદગીના ધનવાન લોકો માટે કામ કર્યું છે અને તેમણે જનતાને છક્કો મારી તેમને (સરકારને) સત્તાથી બહાર કરવાની અપીલ કરી છે.

સિદ્ધૂની ફરી વિવાદિત બોલી, કહ્યું- ‘છક્કો’ મારી ભાજપને સત્તામાંથી બહાર કરો

મુંબઇ: ક્રિકેટરથી નેતા બનેલા પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ શુક્રવારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે માત્ર કેટલાક પસંદગીના ધનવાન લોકો માટે કામ કર્યું છે અને તેમણે જનતાને છક્કો મારી તેમને (સરકારને) સત્તાથી બહાર કરવાની અપીલ કરી છે.

દક્ષિણ મુંબઇમાં કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવડા માટે પ્રચાર કરતા પાર્ટીના નેતા સિદ્ધૂએ એક ચૂંટણી રેલીમાં કહ્યું છે કે, ચીનથી વધારે જીડીપી દર રહેવા છતાં પર સરકાર નવી નોકરીનું સર્જન કરવામાં અસમર્થ રહી છે. સિદ્ધૂએ મોદી પર અંબાણી અને અદાણી માટે ચોકીદારી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘છક્કો મોરી આ સરકારને બહાર કરવાનો સમય આવી ગયો છે.’

ભાજપ ચૂંટણી હારવા જઇ રહી છે
આ પહેલા સિદ્ધૂએ પ્રદાનમંત્રી મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ સેનાના નામ પર વોટ માગી રહ્યાં છે. ત્યારે વારાણસીમાં એક પૂર્વ સૈનિક મોદીની વિરૂદ્ધ વોટ માગી રહ્યો છે. ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં સોમવાર રાત્રે શહેરના કરોંદ ક્રોસરોડ્સ પર એક ચૂંટણી સભામાં સિદ્ધૂએ કહ્યું કે, ભાજપ મોદીના નામ પર વોટ માગી રહી છે. મોદી સૈન્યના નામ પર વોટ માગી રહ્યાં છે જ્યારે વારાણસીમાં એક સૈનિક મોદીની વિરૂદ્ધ વોટ માગી રહ્યો છે.

ક્રિકેટર રહી ચૂકેલા સિદ્દૂએ કહ્યું કે, લોકો સમજી ગયા છે, મોદી સાહેબ તમારી આ હરકતોથી તમે લોકોનું ધ્યાન રોજગાર, નોટબંદી અને જીએસટી જેવા મુદ્દાઓથી હટાવવા માગો છો. કોંગ્રેસ નેતા તેમના ભાષણમાં બીએસએફના પૂર્વ કોન્સ્ટેબલ તેજ બહાદુર યાદવનો ઉલ્લેખ કરી રહી હતી, જે પ્રધાનમંત્રી મોદીની વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણીમાં ઉતર્યા છે. સપાએ બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવને મોદીની સામે વારાણસી લોકસભા બેઠકથી ઉમેદવાર બનાવ્યો છે. સિદ્ધૂએ કહ્યું, ‘ભાજપ અને મોદી ચૂંટણી હારવા જઇ રહ્યાં છે.’

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news