અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની આજે થઇ શકે છે બેઠક, ઉકેલશે સીટ શેરિંગનો મુદ્દો

ઉદ્ધવ ઠાકરેથી મુલાકાત બાદ અમિત શાહ જનસંપર્ક અભિયાન અંતર્ગત કેટલાક લોકોને મળી શકે છે. ઉદ્ધવની સાથે બેઠક દરમિયાન લોકસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાની વચ્ચે સીટ શેરિંગના મુદ્દા પર ચર્ચા થઇ શકે છે.

અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની આજે થઇ શકે છે બેઠક, ઉકેલશે સીટ શેરિંગનો મુદ્દો

મુંબઇ: લોકસબા ચુંટણી (Lok sabha elections 2019)માં ભાજપ અને શિવસેનાની મિત્રતા બનાવી રાખવા માટે સોમવારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત થઇ શકે છે. સુત્રોના અહેવાલ મુજબ અમિત શાહ સોમવારે સાંજે જયપુરથી સીધા મુંબઇ જવાના છે. ત્યાંથી તેઓ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેથી મળવા તેમના આવાસ માતોશ્રી પહોંચી શકે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરેથી મુલાકાત બાદ અમિત શાહ જનસંપર્ક અભિયાન અંતર્ગત કેટલાક લોકોને મળી શકે છે. ઉદ્ધવની સાથે બેઠક દરમિયાન લોકસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાની વચ્ચે સીટ શેરિંગના મુદ્દા પર ચર્ચા થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને નેતાઓની વચ્ચે આ બેઠકમાં સીટ શેરિંગનો ફોર્મૂલાનો ઉકેલ લાવવામાં આવશે.

સુત્રોનું કહેવું છે કે બંને દળોના નેતાઓની વચ્ચે સીટ શેરિંગનો ફોર્મૂલા નક્કી થઇ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપની તરફથી ભલામણ કરવામાં આવેલા ફોર્મ્યુલા અંતર્ગત શિવસેના 23 અને ભાજપ 25 બેઠકો પર લડવા ઇચ્છે છે. જોકે શિવસેના સતત કહી રહી છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં તેઓ મોટા ભાઇ છે. એટલા માટે વધારે બેઠકો આપવામાં આવે. શિવસેના તરફથી મળી રહેલા નિવેદનોમાં સતત કહેવામાં આવી રહ્યું છે કે તેઓ વધારે બેઠકો પરથી લડશે.

સુત્રોનું કહેવું છે કે, સોમવારે ઉદ્ધવ અને શાહની મુલાકાતમાં બંને પક્ષની વચ્ચે બરાબર-બરાબર બેઠકો પર લડવાના ફોર્મૂલા પર ચર્ચા થઇ શકે છે. જોકે, ભાજપની તરફથી સીટ શેરિંગને લઇ કોઇપણ પ્રકારનું નિવેદન આવી રહ્યું નથી. જોકે, ભાજપ સતત કહી રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં બંને પક્ષ સાથે મળીને લડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news