ગણતરીઓ ઊંઘી વળી! આ વખતે ભાજપ પોતે બહુમતથી ઘણો દૂર, સાથી પક્ષોના સહારે બનશે સરકાર?
2014 અને 2019ના ચૂંટણી પરિણામો કરતા અલગ આ વખતે ભાજપ બહુમતના જાદુઈ આંકડા 272થી દૂર જોવા મળી રહ્યો છે. એટલે કે ભાજપ સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવવાના બહુમતના આંકડાને સ્પર્શી રહ્યો છે. પણ ભાજપને એકલા હાથે બહુમત મળતું દેખાતું નથી. આ વખતે એન ફેક્ટરનું પ્રભુત્વ જોવા મળી શકે છે.
Trending Photos
દેશની સૌથી મોટી ચૂંટણીના પરિણાો આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને હાલ 296 સીટો મળતી જોવા મળી રહી છે. આ સાથે દેશમાં ત્રીજીવાર ભાજપના નેતૃત્વવાળા એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. 2014 અને 2019ના ચૂંટણી પરિણામો કરતા અલગ આ વખતે ભાજપ બહુમતના જાદુઈ આંકડા 272થી દૂર જોવા મળી રહ્યો છે. એટલે કે ભાજપ સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવવાના બહુમતના આંકડાને સ્પર્શી રહ્યો છે. પણ ભાજપને એકલા હાથે બહુમત મળતું દેખાતું નથી. આ વખતે એન ફેક્ટરનું પ્રભુત્વ જોવા મળી શકે છે.
આ વખતે એન ફેક્ટરનું પ્રભુત્વ
લોકસભા ચૂંટણીના પરિણામો આવતાની સાથે તેણે એન ફેક્ટર પણ આપ્યું. નમો, નીતિશ અને નાયડુ. નમો એટલે કે નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને ચૂંટણી મેદાનમાં ઉતરેલા એનડીએને સરકાર બનાવવા માટે જનાદેશ મળતો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડ મુજબ એનડીએને 296 બેઠકો મળતી જોવા મળી રહી છે. પરંતુ ભાજપ સતત ત્રીજીવાર બહુમત સાથે મોદી સરકાર બનાવવાથી ચૂકતો જોવા મળી રહ્યો છે. એટલે કે હવે આ વખતે પીએમ મોદીએ અન્ય બે એન ફેક્ટર નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટીઓ પર નિર્ભર રહેવું પડશે. નીતિશકુમાર અને નાયડુના વલણથી સરકાર નક્કી થશે. નીતિશકુમારના નેતૃત્વવાળા જનતાદળ યુનાઈટેડને 14 અને તેલુગુ દેશમ પાર્ટીને 16 સીટો મળતી જોવા મળી રહી છે. આ બંને પક્ષો જો કે એનડીએનો ભાગ છે.
એન ફેક્ટર હટાવીએ તો એનડીએ બહુમતથી પાછળ
હવે એનડીએને જે 296 સીટો મળી રહી છે તેમાંથી આ બે પાર્ટીની 30 સીટો ઘટાડી દઈએ તો સત્તાધારી ગઠબંધનની ટેલી 265 પર અટકી જશે જે બહુમત માટેના જાદુઈ આંકડાથી સાત સીટ ઓછી છે. નરેન્દ્ર મોદીની આ ત્રીજી ઈનિંગ નીતિશકુમાર અને નાયડુના વલણ પર નિર્ભર કરશે. સ્થિતિની ગંભીરતા જોતા હવે સત્તાધારી એનડીએ સાથે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતે ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે. બિહારના સીએમ નીતિશકુમારને મળવા માટે બિહાર ભાજપના અધ્યક્ષ અને તેમની જ સરકારમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પણ સીએમ હાઉસ પહોંચ્યા. જો કે એવા રિપોર્ટ્સ છે કે નીતિશકુમાર સાથે સમ્રાટ ચૌધરીની મુલાકાત થઈ શકી નહીં. નીતિશે એક દિવસ પહેલા જ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
હવે સમ્રાટ ચૌધરી સાથે નીતિશની મુલાકાત ન થયા બાદ અટકળોનું બજાર ગરમ છે. અટકળો વચ્ચે આરજેડીએ દાવો કર્યો કે નીતિશકુારે કહ્યું છે કે તેઓ બદલાની રાજનીતિના પક્ષમાં નથી અને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. જો કે જેડીયુ મહાસચિવ અને પ્રવક્તા કે સી ત્યાગીએ કહ્યું કે અમે એનડીએમાં છીએ અને એનડીએમાં જ રહીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે