કોંગ્રેસ MLAની અજીબોગરીબ ડિમાન્ડ, કહ્યું-' દારૂ પીવાથી કોરોનાનો ખાતમો થશે, દુકાનો ખોલવી જોઈએ'

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો પણ લગાવ્યાં છે. લોકડાઉનના કારણે દેશમાં દારૂના વેચાણ ઉપર પણ રોક છે. આ બધા વચ્ચે રાજસ્થાનના કોટાની સાંગોદ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવાની અપીલ કરી છે. કોંગ્રેસ ધારાસભ્યે લખ્યું છે કે દારૂ પીવાથી કોરોના વાયરસનો નાશ થઈ જશે. 

કોંગ્રેસ MLAની અજીબોગરીબ ડિમાન્ડ, કહ્યું-' દારૂ પીવાથી કોરોનાનો ખાતમો થશે, દુકાનો ખોલવી જોઈએ'

જયપુર: કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો પણ લગાવ્યાં છે. લોકડાઉનના કારણે દેશમાં દારૂના વેચાણ ઉપર પણ રોક છે. આ બધા વચ્ચે રાજસ્થાનના કોટાની સાંગોદ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવાની અપીલ કરી છે. કોંગ્રેસ ધારાસભ્યે લખ્યું છે કે દારૂ પીવાથી કોરોના વાયરસનો નાશ થઈ જશે. 

— ANI (@ANI) May 1, 2020

વિધાયક ભરતસિંહ કુંદનપુરે પત્રમાં લખ્યું કે જ્યારે દારૂથી હાથ ધોવાથી કોરોના વાયરસનો ખાતમો થઈ શકે તો દારૂ પીવાથી પીનારાના ગળામાંથી પણ કોરોના વાયરસનો નાશ થઈ શકે છે. 

તેમણે પત્રમાં આગળ લખ્યું કે દારૂનો ધંધો કરનારાઓ માટે તે એક સ્વરોજગાર યોજના છે અને પૈસા કમાવવાની સુંદર તક છે. બજારમાં પણ દારૂની ભારે ડિમાન્ડ છે. લોકડાઉનમાં દારૂબંધીના કારણે રાજ્ય સરકારને પણ આવકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જ દારૂ પીનારાઓનું સ્વાસ્થ્ય પણ સારું નથી. વિધાયકે લખ્યું કે દારૂ બદનામ છે એટલે કેન્દ્ર સરકાર તેની મંજૂરી નહીં આપે, આવામાં રાજ્ય સરકારે જ કોઈ પગલું ભરવું પડશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશમાં લોકડાઉન લાગેલું છે. આ દરમિયાન દારૂની દુકાનો પણ બંધ કરાઈ છે. દેશમાં કેટલાક જરૂરી સામાનની દુકાનોને જ ખોલવાની મંજૂરી છે. દારૂના વેચાણ પર સરકારે સંપૂર્ણ રીતે રોક લગાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news