11 આશાસ્પદ યુવાનોનો ભોગ લેનારી ભોપાલ દુર્ઘટનાનો લાઈવ VIDEO આવ્યો સામે, જોઈને હચમચી જશો

  મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન 11 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે.પિપલાની વિસ્તારના લોકો ગણેશની મોટી પ્રતિમાના વિસર્જન માટે નાના તળવાના ખટલાપુરા ઘાટ પર આવ્યાં હતાં. જ્યાં મૂર્તિનું ક્રેનના સહારે તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સંતુલન ગુમાવતા બોટ પલટી ગઈ હતી.

11 આશાસ્પદ યુવાનોનો ભોગ લેનારી ભોપાલ દુર્ઘટનાનો લાઈવ VIDEO આવ્યો સામે, જોઈને હચમચી જશો

નવી દિલ્હી:  મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન 11 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે.પિપલાની વિસ્તારના લોકો ગણેશની મોટી પ્રતિમાના વિસર્જન માટે નાના તળવાના ખટલાપુરા ઘાટ પર આવ્યાં હતાં. જ્યાં મૂર્તિનું ક્રેનના સહારે તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સંતુલન ગુમાવતા બોટ પલટી ગઈ હતી. હવે આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બોટમાં કેવી રીતે મૂર્તિ વિસર્જન કરવા માટે લઈ જવાઈ રહી છે. મૂર્તિને પધરાવતાની સાથે જ બોટ પલટી જાય છે અને તેમાં રહેલા યુવાઓ પાણીમાં પડે છે.

આ નાવમાં સવાર 16 લોકો ડૂબી ગયા હતાં જેમાંથી 5 લોકો તરીને તળાવમાંથી ઘાટ પર આવી ગયાં જ્યારે 11 લોકો ડૂબી ગયાં. સૂચના મળતા જ પોલીસ પ્રશાસન અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. છેલ્લે મળતી માહિતી મુજબ 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ અકસ્માતની તપાસ હાથ ધરાશે. 

જુઓ હચમચાવી નાખે તેવો ઘટનાનો લાઈવ વીડિયો

દોષિતો વિરુદ્ધ થાય કાર્યવાહી-શિવરાજસિંહ ચૌહાણ
મધ્ય પ્રદેશની આ ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને પીડિતોના હાલચાલ જાણ્યા. તેમણે કહ્યું કે ખુબ દુખદ ઘટના ઘટી છે. આ આલોચનાનો સમય નથી. પરંતુ ગણેશ વિસર્જન વખતે આવી આશંકા રહેતી હોય છે. પ્રશાસને વ્યવસ્થા કરવી જોઈતી હતી. ઘટનાની તપાસના આદેશ અપાયા છે આથી આલોચના કરતો નથી. 

તેમણે કહ્યું કે સીએમ અને પ્રશાસન સમગ્ર પ્રદેશમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરે. આ પ્રાઈમરી જવાબદારી છે. બાળકો તો જતા રહ્યાં આથી સંતુષ્ટિનો સવાલ નથી. મારો મુખ્યમંત્રીને આગ્રહ છે કે ઘટનાના દોષિતોને શોધી કાર્યવાહી થવી જોઈએ. પરિવારોની સ્થિતિને જોતા ઓછામાં ઓછું 10-10 લાખ વળતર આપવું જોઈએ. 

મૃતકોના નામ
1. પરવેઝ સઈદ ખાન (15 વર્ષ) રહે. 1100 ક્વાટર પિપલાની
2. રોહિત નંદુ મૌર્ય (30)  રહે. 1100 ક્વાટર પિપલાની
3. કરણ (16)  રહે. 1100 ક્વાટર પિપલાની
4. હર્ષ (20)  રહે. 1100 ક્વાટર પિપલાની
5. સન્ની નારાયણ ઠાકરે (20)  રહે. 1100 ક્વાટર પિપલાની
6. રાહુલ મુન્ના વર્મા (30)  રહે. 1100 ક્વાટર પિપલાની
7. વિક્કી રામનાથ (28)  રહે. 1100 ક્વાટર પિપલાની
8. વિશાલ રાજુ (22)  રહે. 1100 ક્વાટર પિપલાની
9. અર્જૂન શર્મા (18)  રહે. 1100 ક્વાટર પિપલાની
10. રાહુલ મિશ્રા (20)  રહે. 1100 ક્વાટર પિપલાની
11. કરણ પન્નાલાલ (26)  રહે. 1100 ક્વાટર પિપલાની

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news