મહારાષ્ટ્ર LIVE: શિવસેના 161 MLA સાથે બનાવશે સરકાર, એનસીપી અને કોંગ્રેસનું મળ્યું સમર્થન
મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સાંજે શિવસેનાની મળેલી બેઠક બાદ એ નક્કી થઇ ગયું છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર નથી બનાવી શકી અને હવે શિવસેના આગળ આવી છે. એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી શિવસેનાની સરકાર બનવા જઇ રહી છે. શિવસેનાના નેતાઓ રાજ્યપાલને મળવા જઇ રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ મુજબ શિવસેનાને 161 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. આ બધા વચ્ચે સૂત્ર દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપ બીએમસીમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે. ત્યારબાદ એનસીપી, શિવસેના અને કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલ્યો. એટલે સુધી કે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર વચ્ચે બેઠક થઈ. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારને સાથે આવવાનું આમંત્રણ આપ્યું.
શિવસેના નેતા સંજય રાઉત હોસ્પિટલમાં દાખલ
શિવસેના નેતા સંજય રાઉતની તબિયત ખરાબ થવાથી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. \
Mumbai: Shiv Sena leader Sanjay Raut admitted at Lilavati hospital. More details awaited. (File Pic) pic.twitter.com/Y9vDO4GdUa
— ANI (@ANI) November 11, 2019
સૂત્રોનું માનવું છે કે શિવસેના આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. નવી સરકારમાં તેમની સહયોગી પાર્ટી એનસીપી હશે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી મુખ્યમંત્રી બની શકે છે. એનસીપી નેતા અજીત પવારને ડેપ્યુટી સીએમનું પદ મળી શકે છે. આ સરકારને સમર્થન કરવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ મળી શકે છે. દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને મહારાષ્ટ્રના રાજકીય હાલાતને લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ થવાની છે. આ બાજુ મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસના ઘરે આજે ભાજપની કોર ગ્રુપની બેઠક થવાની છે.
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાઈ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને એનસીપી ચીફ શરદ પવાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે એક બેઠક યોજાઈ. જો કે સરકાર બનાવવા અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. આ બાજુ મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી ચૂકેલા શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ભાજપ ચૂંટણી અગાઉ આપેલા વચનથી પાછળ હટી ગઈ. મારા માટે નૈતિક રીતે આ યોગ્ય નહતું કે હું મંત્રીમંડળમાં રહું. આથી મેં રાજીનામું આપી દીધુ.
ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીમાં બોલાવી બેઠક
ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીમાં શિવસેનાના નેતાઓની મહત્વની બેઠક બોલાવી છે. સંજય રાઉત, આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે વગેરે નેતાઓ આ બેઠકમાં સામેલ થશે. હાલ શિવસેના નેતા સંજય રાઉત પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ઘરે પહોંચ્યા છે.
BMCમાં શિવસેનાને આપેલો ટેકો ભાજપ પાછો ખેંચી શકે છે-સૂત્ર
સૂત્રના જણાવ્યાં મુજબ જો શિવસેના મહારાષ્ટ્રમાં NCP સાથે મળીને સરકાર બનાવશે તો ભાજપ BMCમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે.
જુઓ LIVE TV
શિવસેનાએ કહ્યું-ભાજપને વિપક્ષમાં બેસવું મંજૂર પણ વચન નિભાવવું નથી.
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપને વિપક્ષમાં બેસવું મંજૂર છે પરંતુ વચન નિભાવવું મંજૂર નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના હાલાત માટે અમે જવાબદાર નથી. ભાજપે રાજ્યની જનતાનું અપમાન કર્યું છે. આ બાજુ એનસીપી ચીફ શરદ પવાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાત થઈ છે. બંને નેતાઓએ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પર વાત કરી એવું સૂત્રનું કહેવું છે.
દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાન ઉપર પણ મહારાષ્ટ્રના રાજકીય હાલાતને લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક બેઠક થવાની છે. આ બાજુ મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસના ઘરે પણ ભાજપના કોર ગ્રુપની બેઠક થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે