યાત્રીગણ ધ્યાન દે! રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી, તો કેટલીક ટ્રેનોનો રૂટ થયો ડાયવર્ટ, સ્ટેશન જતાં પહેલાં જાણી લો

રેલવેએ નિર્દેશ જાહેર કરતાં જણાવ્યું છે કે વિભાગએ એકસાથે 8 ટ્રેનોને રદ અને કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરી દીધી છે. યાત્રી ન મળવાના કારણે બે ટ્રેનોના માર્ગ બદલી દેવામાં આવ્યા છે. 

યાત્રીગણ ધ્યાન દે! રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી, તો કેટલીક ટ્રેનોનો રૂટ થયો ડાયવર્ટ, સ્ટેશન જતાં પહેલાં જાણી લો

ભોપાલ: દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વિસ્ફોટ બાદ ગત વર્ષ કરતાં પણ વધુ ખતરનાક માહોલ બનવા લાગ્યો છે. લોકડાઉન, જનતા કર્ફ્યું, પાબંધીઓ, દર્દીઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછત સર્જાવવાનું શરૂ થઇ ગયું છે. ગત વર્ષે અનલોક બાદ પાટા પર પરત ફરેલી રેલવેએ નિર્દેશ જાહેર કરતાં જણાવ્યું છે કે વિભાગએ એકસાથે 8 ટ્રેનોને રદ અને કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરી દીધી છે. યાત્રી ન મળવાના કારણે બે ટ્રેનોના માર્ગ બદલી દેવામાં આવ્યા છે. 

શું કહ્યું રેલવે અધિકારીએ
કોરોના વાયરસના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉન છે. એવામાં રતલામ-ફતેહાબાદ-લક્ષ્મીબાઇ નગર માટે ચાલનારી રેલગાડીઓમાં મુસાફરોની સંખ્યાને જોતાં કેટલીક ગાડીઓને રદ કરવી પડી, કેટલીકને શોર્ટ ટર્મિનેટ કરી અને કેટલીકના માર્ગ બદલ્યા છે.

આ ટ્રેનો રહેશે રદ
અસારવા - હિંમતનગર ડેમુ સ્પેશિયલ રદ રહેશે
ઓછી મુસાફરોની સંખ્યાને જોતા અસારવા અને હિંમતનગર વચ્ચે દોડતી ટ્રેન નંબર 09401/09402 અસારવા-હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશિયલ 23 એપ્રિલ 2021 થી 23 મે 2021 સુધી રદ રહેશે.

નંબર-09389
ડો. આંબેડકર નગર- રતલામ ડેમૂ સ્પેશિયલ
23 એપ્રિલથી 20 મે સુધી

નંબર-09390
ડો. આંબેડકર નગર- રતલામ- ડો. આંબેડકર નગર ડેમૂ સ્પેશિયલ
24 એપ્રિલથી 20 મે સુધી

નંબર-09347
ડો. આંબેડકર નગર- રતલામ ડેમૂ સ્પેશિયલ
23 એપ્રિલથી 20 મે સુધી

નંબર- 09348 
રતલામ- ડો. આંબેડકર નગર ડેમૂ સ્પેશિયલ
24 એપ્રિલથી 20 મે સુધી

નંબર-09345
રતલામ-ભીલવાડા ડેમૂ સ્પેશિયલ
23 એપ્રિલથી 20 મે સુધી

નંબર-09346 
ભીલવાડા-રતલામ સ્પેશિયલ ડેમૂ
24 એપ્રિલથી 21 મે સુધી

નંબર-09337/09338 
ઇંદોર-દિલ્હી-ઇંદોર સાપ્તાહિક એક્સપ્રેસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news