Glacial Lake Outburst: 4 દેશોના 1.55 કરોડ લોકો પર ખતરો! ભારતની 30 લાખ વસતી માથે છે જોખમ

બ્રિટનના ન્યૂકેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર કરાયેલા ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (જીએલઓએફ) ના સૌથી મોટા જોખમનો પહેલો સ્ટડી છે. રિસર્ચર્સે કહ્યું કે વૈશ્વિક સ્તર પર ઉજાગર વસ્તીમાંથી અડધાથી વધુ વસ્તી ચાર દેશો- ભારત, પાકિસ્તાન, પેરુ અને ચીનમાં મળી આવે છે. 

Glacial Lake Outburst: 4 દેશોના 1.55 કરોડ લોકો પર ખતરો! ભારતની 30 લાખ વસતી માથે છે જોખમ

હાલમાં તુર્કી અને સીરિયામાં ભારે તબાહી મચી છે. ત્યારે દુનિયાના ચાર દેશો પર સૌથી મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ગ્લેશિયર ઓગળવાથી ભારત સહિત પાકિસ્તાન ચીન અને પેરુમાં ગંભીર જોખમ મંડરાઈ રહ્યું છે. તાપમાન વધવાની સાથે સમગ્ર વિશ્વમાં ગ્લેશિયર ખૂબ જ ઝડપથી પીગળવા લાગ્યા છે. જેનાથી ગ્લેશિયર ઝરણાંઓનું નિર્માણ થઇ રહ્યું છે. જો આ ઝરણાં તૂટે તો ગ્લેશિયરની આસપાસ રહેતા વિશ્વના 1.5 કરોડ લોકો માટે સૌથી મોટો ખતરો ઊભો થઈ શકે છે. જેમાં ભારત, પાકિસ્તાન, ચીન અને પેરુ જેવા દેશો પ્રભાવિત થઇ શકે છે. આ મામલે ભારત સરકારે પણ એલર્ટ રહેવાની જરૂર છે નહીં તો આ ગ્લેસિયર ભારતમાં મોટી તબાહી મચાવી શકે છે.  નેચર કોમ્યુનિકેશન પત્રિકામાં પ્રકાશિત યુકે સ્થિત ન્યુકેસલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓના અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વની 50% વસ્તી એટલે કે 75 લાખ આબાદી ભારત સહિત આ ચાર દેશોમાં રહે છે. ભારતમાં 30 લાખ અને પાકિસ્તાનમાં 20 લાખ લોકો આ ગ્લેશિયરથી પ્રભાવિત થઈ શકે છે.

સતત પીગળતા ગ્લેશિયરને કારણે ઝરણાં, તળાવોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથેસાથે આ વિસ્તારોમાં વસ્તી પણ વધી છે. સંશોધક કેરોલીન ટેલર કહે છે કે ખતરો તળાવોની સંખ્યામાં નથી, પરંતુ વસ્તી દ્વારા તેમની નિકટતા અને પૂરનો સામનો કરવાની તેમની ક્ષમતા દ્વારા નક્કી કરવામાં આવે છે. 1089 તળાવોની તપાસમાં જાણવા મળ્યું કે 50 કિમીની ત્રિજ્યામાં 1.5 કરોડ લોકો રહે છે. પેરુમાં કોર્ડિલેરા બ્લેન્કા આ વિનાશક ધટના માટે ખૂબ જ સંવેદનશીલ સ્થળ છે. 1941થી અહીં 30થી વધુ ગ્લેશિયર દુર્ઘટનાઓ સર્જાઇ ચૂકી છે. જેમાં 15000 થી વધુ લોકોનાં મોત થયાં છે.

પાકિસ્તાનમાં પણ 20 લાખ લોકો ગ્લેશિયરથી પ્રભાવિત થઈ શકે છે. અભ્યાસમાં ફેબ્રુઆરી 2021માં ઉત્તરાખંડના ચમોલીમાં સર્જાયેલી દુર્ધટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં 80 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો લાપતા થયા હતા. સૌથી મોટો ખતરો તિબેટના ઉચ્ચપ્રદેશ, તેમજ કિર્ગિસ્તાનથી લઇ ચીન સુધી છે જ્યાં 93 લાખ લોકો વસે છે. ધ્રુવીય ક્ષેત્રની બહારના કુલ ગ્લેશિયરમાંથી અડધું પાકિસ્તાનમાં છે. 2022માં ગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં ગ્લેશિયર પીગળવાની 16 ઘટનાઓ બની હતી. જોકે, તે સ્પષ્ટ નથી કે પાકિસ્તાનમાં ગયા વર્ષે આવેલા પૂર માટે ગ્લેશિયર પીગળવું કેટલી હદે જવાબદાર છે. ન્યુઝીલેન્ડની કેન્ટરબરી યુનિવર્સિટીના પ્રો. ટોમ રોબિન્સન કહે છે કે ગ્લેશિયરના ઝરણાં ફાટવા તે સૌથી મોટી સુનામી જેવું છે. ભારત માટે આ સૌથી મોટો ખતરો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news