લદ્દાખ હિંસામાં શહીદ જવાનોને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુ:ખ વ્યક્ત નથી કરી શકાતું

લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં શહીદ જવાનોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી છે. લદ્દાખ હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા છે.

લદ્દાખ હિંસામાં શહીદ જવાનોને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુ:ખ વ્યક્ત નથી કરી શકાતું

નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં શહીદ જવાનોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી છે. લદ્દાખ હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા છે.

અમિત શાહે ટ્વિટ કર્યું- લદ્દાખની ગલવાન ખાડીમાં માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા આપણા બહાદુર સૈનિકોને ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતું. રાષ્ટ્ર આપણા અમર નાયકોને સલામ કરે છે જેમણે ભારતીય ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે બલિદાન આપ્યું છે. તેમની બહાદુરી ભારતની આપણી માતૃભૂમિ પ્રતિ પ્રતિબદ્ધતા દેખાડે છે.

— Amit Shah (@AmitShah) June 17, 2020

— Amit Shah (@AmitShah) June 17, 2020

તમને જણાવી દઇએ કે, 15 જૂન સોમવાર રાતે ભારત અને ચીન સૈનિકોની વચ્ચે ગલવાન ખાડીમાં લોહિયાળ સંઘર્ષ થયો. જેમાં ભરાતના 20 સૈનિકો શહીદ થયા છે. ત્યારે ચીનના સૈનિકોના મોતના પણ સમાચાર મળ્યા છે. 1975 બાદ પ્રથમ વખત આ પ્રકારની હિંસક ઘટનાને લઇ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે.

ગલવાન ખાડીમાં ભારતીય સૈનિકોના શહીદોના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય. તેનો મુંહતોડ જવાબ આપવામાં આવશે. ભારત શાંતિ ઇચ્છે છે. આપણે કોઈને ઉશ્કેરતા નથી પરંતુ જવાબ આપણને જવાબ આપતા આવડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news