કેરળ દુર્ધટના: ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું, અકસ્માતના કારણોની મળી શકશે જાણકારી

કેરળના કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash) માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે અને 127 લોકો ઘાયલ થયા છે. એર ઇન્ડીયાનું વિમાન શુક્રવારે સાંજે કોઝિકોડ હવાઇપટ્ટીથી સરકીને ખીણમાં પડી ગયું અને બે ભાગમાં તૂટી ગયું.

કેરળ દુર્ધટના: ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું, અકસ્માતના કારણોની મળી શકશે જાણકારી

કોઝિકોડ: કેરળના કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash) માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે અને 127 લોકો ઘાયલ થયા છે. એર ઇન્ડીયાનું વિમાન શુક્રવારે સાંજે કોઝિકોડ હવાઇપટ્ટીથી સરકીને ખીણમાં પડી ગયું અને બે ભાગમાં તૂટી ગયું. કોઝિકોડ એરપોર્ટ પર રેસ્ક્યૂ ઓપરેશન ખતમ થઇ ગયું છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  

1. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA)ના અધિકારીએ જણાવ્યું કે ક્રેશ વિમાનથી ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (DFDR) મળી આવ્યા છે. કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) પ્રાપ્ત કરવા માટે ફ્લોરબોર્ડને કાપવામાં આવ્યું છે. 

2. કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન દિલ્હીથી કોઝિકોડ પહોંચી ચૂક્યા છે. તેમણે અખ્યું કે કાલીકટ એરપોર્ટ પર દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓએ જાણકારી આપી હતી કે દુર્ઘટના કેવી હતી. દુર્ઘટનાના વિભિન્ન પાસાઓને તપાસવા માટે તપાસ ચાલી રહી છે. 

3. કેરલના કોઝિકોડ એરપોર્ટને વર્ષ 2011માં સરકારને 'જોખમ ભરેલું' જાહેર કર્યું હતું. 

4. અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટ સહિત 18 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે 127 લોકો ઘાયલ થયા છે. 

5. એર ઇન્ડિયાનું કહેવું છે કે 3 રાહત ઉડાનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

6. તમામ યાત્રીઓને માનવીય સહાયતા આપવા માટે દિલ્હી અને મુંબઇથી બે વિશેષ રાહતો ઉડાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇમરજન્સી પ્રતિક્રિયા નિર્દેશક કાલીકટ (કોઝિકોડ), મુંબઇ, દિલ્હી અને દુબઇની એજન્સીઓના સંપર્કમાં છે. 

7. દુર્ઘટનાની તપાસ માટે વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) અને ઉડાન સુરક્ષા વિભાગ ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યા છે. 

8. કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કરવા ગયેલી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA)ની એક ટીમને વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સ ફ્લાઇટ ડેટા ઉપરાંત પાયલોટ વચ્ચે થયેલી વાતચીત અને સાથે જ તેમના અને એર ટ્રાફિક કંટ્રોલ ટાવર વચ્ચે થયેલા સંવાદને રેકોર્ડ કરે છે.  

9. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી આજે કેરળના કોઝિકોડ પહોંચશે. 

10. નોવેલ કોરોના વાયરસની મહામારીના કારણે 23 માર્ચથી ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની ઉડાન રદ છે. 

11. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ ગત 6 મેથી એર ઇન્ડિયા અને એર ઇન્ડીયા એક્સપ્રેસ દ્વારા વિશેષ ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે. ખાનગી વાહક વિમાનોને પણ વંદે ભારત મિશન હેઠળ એક નિશ્વિત સંખ્યામાં ઉડાનો સંચાલિત છે. 

12 નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે વંદે ભારત મિશન હેઠળ વિમાન 190 મુસાફરોને લઇને દુબઇથી આવી રહ્યું હતું. પાયલોટે ટેબલ ટોપ એરપોર્ટના રનવે પર વિમાન લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હશે, જ્યાં મોનસૂનના કારણે લપસવાની સ્થિતિ હતી એટલા માટે વિમાન સ્કિડ થઇ ગયું.  

13. કેરળના રાજ્યપાલ આરિફ મોહંમદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઇ વિજયન આજે કોઝિકોડની મુલાકાત લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news