Mercedes-Benz C Class કરતાં પણ વધારે કિંમતી છે આ જડીબુટ્ટી, વધારે છે મર્દાનગી

આ ઔષધી ભારત ઉપરાંત નેપાળ (Nepal) અને ચીન (China)ના કેટલાક વિસ્તારમાં મળે છે. આ ઔષધીને હિમાલયી સ્વાસ્થ્ય વર્ધકના નામથી પણ ઓળખવામાં આવે છે.

Mercedes-Benz C Class કરતાં પણ વધારે કિંમતી છે આ જડીબુટ્ટી, વધારે છે મર્દાનગી

નવી દિલ્હી: ઔષધીથી ઘેરાયેલા હિમાલય (Himalaya)માં ઘણા કિંમતી છોડ છે. હિમાલય ક્ષેત્રમાં એક વિશેષ પ્રકારની ઔષધી (Herbs) મળે છે. ઇન્ટરનેશનલ માર્કેટ (International Market)માં તેની કિંમત 60 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ ઔષધી ભારત ઉપરાંત નેપાળ (Nepal) અને ચીન (China)ના કેટલાક વિસ્તારમાં મળે છે. આ ઔષધીને હિમાલયી સ્વાસ્થ્ય વર્ધકના નામથી પણ ઓળખવામાં આવે છે.

ભારત ઉપરાંત બાકી દુનિયામાં તેને કેટરપિલર ફંગસ (Caterpillar Fungus)ના નામથી પણ ઓળખવામાં આવે છે.

કિડની અને શ્વાસની બીમારીમાં ફાયદાકારક
ઉલ્લેખનીય છે કે, કેટરપિલર ફંગસ નામના કીડાથી બનેલી ઔષધી (Herb)થી નપુંસકતા (Impotency) દુર થયા છે. તેનો ચા અથવા સૂપ (Soup) બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે, વિજ્ઞાન આ દાવાને યોગ્ય માનતી નથી. આ સાથે જ આ ઔષધી કિડની અને શ્વાસની બીમારી માટે પણ દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

એટલું જ નહીં નેપાળ (Nepal)માં વર્ષ 2001માં તેના પર પ્રતિબંધ (Ban) લગાવવામાં આવ્યો હતો પરંતુ હવે તેને દૂર કરવામાં આવ્યો છે.

પૌરૂષત્વ વધારે છે આ ઔષધી
તેની ઉપજ માટે, કેટરપિલર ફંગસ (Caterpillar Fungus) નામના આ કીડા શિયાળામાં ખાસ પ્રકારના છોડના રસમાંથી નીકળે છે. તે મે-જૂન (May-June)માં સમાપ્ત થઈ જાય છે. તેની ઉંમર છ મહિનાની હોય છે. આ કીડા માર્યા બાદ પર્વતોમાં ઘાસ અને છોડની વચ્ચે વિખેરાયેલા હોય છે. તેની માંગ ચીન (China)માં સૌથી વધુ છે. કહેવાય છે કે, તેનો ઉપયોગ પૌરૂષત્વ માટે કરવામાં આવે છે. તેથી આ ઔષધીની કિંમત (Cost Of Herb) સોના ચાંદીના ભાવથી પણ વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news