શીલા દીક્ષિતની LOVE લાઈફ વિશે અજાણી વાતો...Arrogant વિનોદે બસમાં કર્યું હતું પ્રપોઝ

શીલા દીક્ષિતની રાજકીય કારકિર્દી વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ આજે તમને તેમના અંગત જીવન અને લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો બતાવી રહ્યાં છીએ. 

શીલા દીક્ષિતની LOVE લાઈફ વિશે અજાણી વાતો...Arrogant વિનોદે બસમાં કર્યું હતું પ્રપોઝ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું શનિવારે દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં નિધન થયું. શીલા દીક્ષિત 15 વર્ષ સુધી  દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં હતાં. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતાં. શીલાના નિધન પર પક્ષગત રાજકારણની તમામ સીમાઓ તૂટેલી જોવા મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક બીન કોંગ્રેસી નેતાઓ શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં. શીલા દીક્ષિતની રાજકીય કારકિર્દી વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ આજે તમને તેમના અંગત જીવન અને લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો બતાવી રહ્યાં છીએ. 

મિરાંડા હાઉસમાં એક ક્લાસમાં ભણતા હતાં શીલા અને વિનોદ
દિલ્હીના મશહૂર મિરાંડા હાઉસમાં અભ્યાસ દરમિયાન શીલા દીક્ષિતની મુલાકાત વિનોદ દીક્ષિત સાથે થઈ હતી. વિનોદ દીક્ષિત કોંગ્રેસના કદાવર નેતા ઉમાશંકર દીક્ષિતના એકમાત્ર પુત્ર હતાં. બીબીસી હિન્દીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે 'હું અને વિનોદ એમએ હિસ્ટ્રી (ઈતિહાસ)ના વિદ્યાર્થી હતાં. બંને એક જ ક્લાસમાં હતાં. વિનોદ મને કઈં બહું સારા લાગતા નહતાં. હું વિચારતી હતીં કે તેઓ પોતાની જાતને કઈંક સમજે છે, ખુબ એરોગેન્ટ (અભિમાની) છે.'

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો ઝગડો ઉકેલતા શીલા-દીક્ષિતમાં નીકટતા વધી
શીલા દીક્ષિતે જણાવ્યું હતું કે એકવાર તેમના બે મિત્રો વચ્ચે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડને લઈને ઝગડો થઈ ગયો. આ ઝગડામાં છોકરી શીલા પાસે અને છોકરો વિનોદ પાસે  પહોંચ્યો. બંનેની જવાબદારી હતી કે તેઓ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું પેચઅપ કરાવે. આ દરમિયાન વિનોદ અને શીલા વચ્ચે વાતચીત શરૂ થઈ. રસપ્રદ વાત એ છે કે આ વાતચીત શરૂ થયા બાદ પૂરી જ ન થઈ. 

જુઓ LIVE TV

શીલા દીક્ષિતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અહીંથી વાતચીતનો સીલસિલો વધતો ગયો. બંને ક્લાસમાં પણ ખુબ વાતો કરતા હતાં. મન ન ભરાય તો એક બીજાને પત્ર લખીને વાતો કરતા હતાં. વિનોદ મોટાભાગે શીલા દીક્ષિત સાથે બસમાં બેસીને ફિરોઝશાહ રોડ જતા હતાં જેથી કરીને વધુ સમય પસાર કરી શકે. 

બસ નંબર 10માં વિનોદે શીલાને કર્યું હતું પ્રપોઝ
એક દિવસ એ જ રૂપ પર બસ નંબર 10 પર સાથે ચાલતા વિનોદે શીલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. શીલા દીક્ષિતના જણાવ્યાં મુજબ બસ નંબર 10માં ચાંદની ચોકની સામે વિનોદે તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. શીલાએ જણાવ્યું કે વિનોદે મને કહ્યું કે હું માતાને કહેવાનો છું કે મને એક છોકરી મળી ગઈ છે. તોં મેં પૂછ્યું કે કઈ છોકરી મળી છે તો તેમણે કહ્યું કે મારી સાથે બેઠી છે અને હું એકદમ દંગ રહી ગઈ. 

વિનોદના પ્રપોઝલથી શીલા દંગ રહી ગયા હતાં. ત્યાં કઈં ન બોલ્યાં. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો બહેન સાથે વાત શેર કરી અને ખુશીથી નાચી ઉઠ્યાં. જો કે શીલાજીએ આ વાત માતા પિતાને જણાવી નહતી. તે વખતે શીલાના મનમાં ડર હતો કે માતા પિતા પૂછશે કે છોકરો શું કરે છે તો કેવી રીતે કહે કે છોકરો બેરોજગાર છે. 

વિનોદે યુપીએસસીમાં 9મો રેન્ક મેળવ્યો હતો
આમ છતાં શીલાજીના લગ્ન વિનોદ દીક્ષિત સાથે થયાં. આ લગ્નમાં વિનોદના પરિવારજનોએ ખુબ વિરોધ કર્યો હતો. કારણ કે શીલાજી બ્રાહ્મણ નહતાં. જો કે ત્યારબાદ વિનોદ દીશ્રિત UPSEની પરીક્ષા પાસ કરી ગયા અને સમગ્ર દેશમાં તેમને 9મું સ્થાન મળ્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશ કેડર પસંદ કરી હતી. 

શીલા દીક્ષિતે રાજકારણના આટાપાટા સસરા ઉમાશંકર દીક્ષિત પાસેથી શીખ્યાં. ઉમાશંકર દીક્ષિત ઈન્દિરા ગાંધીની કેબિનેટમાં ગૃહમંત્રી રહ્યા હતાં. ત્યારબાદ કર્ણાટક અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news