અયોધ્યામાં રામ મંદિરની સાથે પૂરો થયો 'ગોલ્ડન ટ્રાયંગલ', જાણો કેવી રીતે સરકારને ખજાનો ભરવામાં મદદ કરશે?
Golden triangle of Uttar Pradesh: ભક્તોનો ઈન્તેજાર ખતમ થયો અને લાંબા ઈન્તેજાર બાદ હવે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના કપાટ ભક્તો માટે ખુલી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાના દર્શન માટે ત્યાં ભક્તોની ભારે ભીડ પહોંચી છે. રામ મંદિરના નિર્માણ સાથે જ ઉત્તર પ્રદેશનો ગોલ્ડન ટ્રાયંગલ પૂરો થઈ ગયો છે
Trending Photos
Golden triangle of Uttar Pradesh: ભક્તોનો ઈન્તેજાર ખતમ થયો અને લાંબા ઈન્તેજાર બાદ હવે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના કપાટ ભક્તો માટે ખુલી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાના દર્શન માટે ત્યાં ભક્તોની ભારે ભીડ પહોંચી છે. રામ મંદિરના નિર્માણ સાથે જ ઉત્તર પ્રદેશનો ગોલ્ડન ટ્રાયંગલ પૂરો થઈ ગયો છે. યુપીના પર્યટનનો આ ગોલ્ડન ટ્રાયંગલ યુપીની સાથે સાથે દેશની ઈકોનોમીને પણ મોટો બૂસ્ટ આપશે. આ ગોલ્ડન ટ્રાયંગલથી સરકારના ખજાનામાં ઝડપથી વધારો થશે. આ ગોલ્ડન ટ્રાયંગલ કેવી રીતે અર્થવ્યવસ્થાને વધારશે તે ખાસ જાણો.
શું છે આ ગોલ્ડન ટ્રાયંગલ
યુપીના ટુરિઝમના ગોલ્ડન ટ્રાયંગલનો અર્થ અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ સાથે છે. જો તમે યુપીના મેપમાં આ ત્રણેયની સ્થિતિ જુઓ તો ત્રિભુજ જેવી આકૃતિ બને છે. હવે આ ત્રિભુજ યુપીના પર્યટનના મુખ્ય કેન્દ્ર બનવાના છે. લગભગ 400 કિમીના દાયરામાં તમે યુપીના આ ત્રણ તીર્થ સ્થળો ફરી શકો છો. રામ મંદિર શરૂ થવાથી હવે આ ગોલ્ડન ટ્રાયંગલ પર ટુરિઝમ ઝડપથી વધી રહ્યું છે. તમે ઈચ્છો તો એક દિવસમાં આ ત્રણેય જગ્યાઓ ફરી શકો છો. જો ત્રણેય ધાર્મિક સ્થળોને ભેગા કરીએ તો છેલ્લા એક વર્ષમાં જ્યાં લગભગ 20 કરોડ વિઝિટર્સ પર્યટકો પહોંચ્યા. અહીં વિઝિટર્સનો અર્થ એક જ દિવસમાં ફરીને પાછા ફરનારા છે. જે ટ્રાયંગલ અત્યાર સુધી અધુરો હતો તે હવે રામલલ્લાના આવવાથી પૂરો થયો છે.
યુપી સરકારના પર્યટન વિભાગના જણાવ્યાં મુજબ છેલ્લા એક વર્ષમાં યુપી આવતા પર્યટકોની સંખ્યા લગભગ 40 કરોડની આસપાસ હતી. આ સાથે જ યુપી દેશના ટોપ ટુરિસ્ટ પ્લેસમાં સામેલ થઈ ગયું. યુપી આવતા પર્યટકોમાંથી અડધા ટુરિસ્ટ અયોધ્યા, કાશી અને પ્રયાગરાજ પહોંચ્યા હતા. એટલે કે યુપીના ટુરિઝમમાં અડધી ભાગીદારી ફક્ત આ ત્રણ શહેરોની એટલે કે આ ગોલ્ડન ટ્રાયંગલની છે. આ સાથે તમે આ ટ્રાયંગલના મહત્વનો અંદાજો પણ લગાવી શકો છો. ઓછા બજેટમાં લોકો ત્રણ તીર્થ સ્થળ ફરી શકે છે.
ઈકોનોમીને મળશે બૂસ્ટ
કાશી વિશ્વનાથ કોરિડોર બનવાથી વારાણસી આવતા પર્યટકોની સંખ્યામાં અચાનક વધારો થતો જોવા મળ્યો. કાશી વિશ્વનાથ કોરિડોર બનતા પહેલા વારાણસી પહોંચતા તીર્થયાત્રીઓની સંખ્યા માત્ર 67 લાખ હતી. વર્ષ 2023માં તે 8.5 કરોડ પાર થઈ ગઈ. એ જ રીતે અયોધ્યાની વાત કરીએ તો વર્ષ 2019માં અહીં આવતા પર્યટકોની સંખ્યા 3.5 લીખ હતી જે વર્ષ 2022માં 2 કરોડને પાર થઈ ગઈ. આ રીતે પ્રયાગરાજમાં પણ પર્યટકોની સંખ્યા જે વર્ષ 2023માં 4.5 કરોડ નજીક પહોંચી ગઈ. આ પર્યટકો ફક્ત રામ મંદિર નહીં પરંતુ 400 કિમીના દાયરામાં વારાણસીમાં ભોલેનાથના દર્શન અને પ્રયાગરાજમાં ગંગા જમુના સંગમમાં ડુબકી લગાવી શકે છે. આ ટ્રાયંગલ પૂરો થવાથી પર્યટનને થનારી કમાણી વધશે.
રામમંદિરથી વારાણસી અને પ્રયાગરાજને પણ ફાયદો
રામ મંદિર બનવાથી ફક્ત અયોધ્યાને જ નહીં પરંતુ વારાણસી અને પ્રયાગરાજને પણ ફાયદો થવાનો છે. જે પર્યટક રામ મંદિરના દર્શન માટે અયોધ્યા જશે તેઓ ઓછા ખર્ચ અને ઓછા સમયમાં કાશી વિશ્વનાથ થઈને પ્રયાગરાજના સંગમમાં ડુબકી મારી શકશે. ત્યાં પણ પર્યટન અને આવક વધશે. આ ત્રણેય ટ્રાયંગલને જોડનારા રસ્તા, હાઈવે, એરપોર્ટ, રેલવેની વ્યવસ્થાથી સરળતાથી લોકોની તીર્થયાત્રા થઈ શકશે. અને સરકારનો ખજાનો વધશે.
સરકારનો ખજાનો ભરાશે
હાલમાં જ બ્રોકરેજ ફર્મ જેફરીને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર બનવાથી ત્યાં આવતા પર્યટકોની સંખ્યા 5 કરોડ પાર પહોંચી શકે છે. પર્યટકો આવશે તો રોજગારની નવી તકો ઊભી થશે, રોકાણ વધશે, નોકરીઓ વધશે. અનેક કંપનીઓ, ફેક્ટરીઓ ખુલશે. એસબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અયોધ્યામાં રામલલ્લાના આવવાથી યુપી સરકારના ટેક્સ રેવન્યૂમાં 20થી 25 હજાર કરોડનો વધારો થશે. રિપોર્ટનું માનીએ તો રામ મંદિરના નિર્માણથી પર્યટનને પ્રોત્સાહન આપનારી અન્ય યોજનાઓના દમ પર આ વર્ષે રાજ્યમાં પર્યટકોનો ખર્ચ 4 લાખ કરોડ રૂપિયા પાર થઈ શકે છે. પર્યટનના દમ પર નાણાકીય વર્ષ 2027-28માં યુપીની અર્થવ્યવસ્થા 500 બિલિયન ડોલર પાર જઈ શકે છે. આ આંકડા નોર્વે જેવા દેશની આખી અર્થવ્યવસ્થા કરતા વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે